આણંદમાં ખાણી પીણીની લારી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા - At This Time

આણંદમાં ખાણી પીણીની લારી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા


આણંદમાં ખાણી પીણીની લારી પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

આણંદ ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા ખાણીપીણીની ૧૭ લારીઓની તપાસ

રૂ. ૩,૨૦૦ની કિંમતના  બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના ૩૮ કિ.ગ્રા. જથ્થાનો નાશ કરવામાં આવ્યો

આણંદ,

 આણંદ જિલ્લાની ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા નગરપાલિકાની આરોગ્ય શાખા સાથે સંયુક્ત રીતે આણંદ ટાઉન હોલ સામે આવેલ ખાણી-પીણીની લારીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં કુલ ૧૭ ખાણીપીણીની લારીઓની તપાસ હાથ ધરી આશરે ૩૮ કિ.ગ્રા. બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓના લગભગ રૂપિયા ૩,૨૦૦ની કિંમતના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

વધુમાં તપાસ દરમિયાન લારીવાળાઓને સેનિટેશન અને હાઈજીન અંગે જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન કચેરી દ્વારા લારીવાળાઓને કેપ, એપ્રોન અને કીટનું સ્થળ ઉપર જ વિતરણ કરી તેનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી હતી.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.