ચોટીલા તેમજ થાનગઢ વિસ્તારમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. એમ. મકવાણા ના માગ્દર્શન હેઠળ વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ - At This Time

ચોટીલા તેમજ થાનગઢ વિસ્તારમાં આવેલ રેન્જ ફોરેસ્ટ ઓફિસર પી. એમ. મકવાણા ના માગ્દર્શન હેઠળ વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ


ગુજરાત વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોમ્બર થી ૮ ઓક્ટોમ્બર સુધી વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે

અંહી સુરેન્દ્રનગર સામાજીક વનીકરણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી ચોટીલા રેન્જના કાર્યક્ષેત્રમાં લોકો અને વિદ્યાર્થીઓમાં વન્યપ્રાણીઓ માટે સદભાવના વધે તે અંગે જાગ્રતિ કેળવાય તે મુખ્ય હેતુ છે

જે અંતર્ગત વક્રૃત્વ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા , લોકો માં જનજાગ્રતિ કાર્યકર્મ વગેરે જેવા કાર્યકર્મો યોજવામાં આવ્યા હતા

જેમાં ગ્રામજનો ,વિધાર્થીઓ અને શિક્ષકો એમ કુલ 765 જેટલા લોકો એ ભાગ લીધો

વન્યજીવોને લગતી કાયદાકીય જોગવાઇઓ, વન્યપ્રાણી હેલ્પલાઇન નં 1926/1972 તેમજ માનવ વન્યપ્રાણી સંઘર્ષ અટકાવવાના ઉપાયો, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વન્યપ્રાણી વન્ય પક્ષી ક્વીઝ સ્પર્ધા કરી જાણકારી આપીને ગ્રામજનો ,વિધાર્થીઓ અને શિક્ષકો ને માહીતગાર કર્યા હતા

તેમજ આ કાર્યક્રમને ચોટીલા રેન્જના અધિકારી શ્રી પી. એમ. મકવાણા અને યાદવભાઈ, રાજાણીભાઈ, ગોહિલભાઈ, બારોટભાઈ સ્ટાફ દ્વારા સફળ બનાવવા મા આવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.