ધારાસભાની ચૂંટણીની જેમવિસાવદર નગર પંચાયત ની ચૂંટણી મા આપની જીત થવાનો દાવો - At This Time

ધારાસભાની ચૂંટણીની જેમવિસાવદર નગર પંચાયત ની ચૂંટણી મા આપની જીત થવાનો દાવો


ધારાસભાની ચૂંટણીની જેમ વિસાવદરનગર પંચાયત ની ચૂંટણી માં આપની જીત થવાનો દાવોધારાસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાએ જ્વલંત વિજય મેળવ્યો હતો તેમ શું પરીણામ એ જ રીતે પુનરાવર્તન થશે કે કેમ એ લોકો ચર્ચાઓ કરી રહ્યા છે.વિસાવદરની નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ તબક્કામાં પહોચી ગઈ છે જેમ જેમ મતદાન તારીખ નજીક આવે છે તેમ તેમ મતદારોનો વધુ ને વધુ આક્રોશ જોવા મળી રહ્યો છે.જનતાની પરેશાનીઓ માટે વહીવટદારો એટલી હદે જવાબદાર ગણવામાં આવી રહ્યા છે કે લોકો હવે ગત ટર્મમા ચૂંટાયેલા સભ્યોના નામ માત્રથી દૂર ભાગી રહ્યા છે.આમ આદમી પાર્ટીના નેતાઓ એવો આક્ષેપ કરી રહ્યા છે કે જો કામ કર્યું હોતતો સાંસદ અને જીલ્લા પ્રમુખને દોડાદોડી ના કરવી પડત. અને આમ આદમી પાર્ટીના નેતાઓએ એમ પણ જાહેરમાં નિવેદન કર્યું કે ચૂંટણી સતાપક્ષના અનેક કૌભાંડો બહાર લાવશે. ટીકીટ ન મળતા અસંતુષ્ટો પક્ષમાં રહી અંદરખાને વિરોધ કાયૅવાહી કરી રહ્યા છે જેની સીધી અસર પરિણામ પર થશે.ચૂટણી ના પડઘમ વચ્ચે મીટીંગનો દોર ચાલુ થઈ ગયો છે અને પાંચ વર્ષ સુધી ડોકાયા ન હોય એ પણ પોતે કામ કરવાનો દાવો કરે છે તો સતા માં રહી અનેક કૌભાંડો કરેલાઓ સ્વચ્છ પ્રતિભા છે એમ બંગલાની જેમ ધોળા ધોળા કપડામાં આંટા મારી રહ્યા છે.કેટલાકે તો કાર્યાલયમાં જઈને ચા પાણીનો ઘરે થતો ખર્ચ બચાવવા દિનચર્યા બનાવી દીધી છે.પણ આ વખતે જનતાનો મિજાજ ફરી ધારાસભ્યની ચૂંટણી જેવો જ દેખાય રહ્યો છે એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભારે મહેનત કરી રહ્યા છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image