આઈફોનના રૂપિયા નથી દેવા’કહી મોબાઈલના ધંધાર્થીને માર મારી માથે કાર ચડાવી દિધી - At This Time

આઈફોનના રૂપિયા નથી દેવા’કહી મોબાઈલના ધંધાર્થીને માર મારી માથે કાર ચડાવી દિધી


શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે જાણે કે પોલીસનો કોઈ ખૌફ જ રહ્યો ન દેવી તેમ મારામારી હુમલા જેવા બનાવો સામાન્ય બની રહ્યા છે. તેવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.જેનાં ચાર આઈફોન ઉધાર લીધા બાદ મોબાઈલના વેપારીને આઈફોનના રૂપિયા નથી દેવા કહી કાર ચડાવી દિધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર નારાયણ નગર-4 પેડક રોડ પર રહેતાં જતીનભાઈ જેન્તીભાઈ ખુંટ (ઉ.વ.37) ભારત મોબાઈલ નામની દુકાન ચલાવી વેપાર કરે છે. થોડા સમય પહેલાં વિકકી બારેજીયા નામનો શખ્સ તેની દુકાનેથી ચાર આઈફોન ખરીદ્યા હતાં. જેનું રૂ।.4 લાખ જેવું બિલ થયું હતું. જેમાંથી તેમણે એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતાં. અને ત્રણ લાખ રૂપિયાના બે ચેક આપ્યા હતાં.વેપારીએ ચેક બેન્કમાં જમાં કરાવવા નાંખતા ચેક બાઉન્સ થયો હતો. જેથી વિકકીને જાણ કરી પૈસાની માંગણી કરતાં વિકકીએ વેપારી જતીનભાઈને અમીનમાર્ગ પર રૂપિયા લેવા માટે બોલાવ્યા હતાં.
જયા વિકકીએ ઝઘડો કરી વેપારીને મોટો મોબાઈલ માર્યો હતો. અને કાર તેની ઉપર ચડાવી દેઈ પગના ભાગે ગંભીર ઈજા પહોંચાડી નાસી છુટયો હતો. ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલીક સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.