જીનપરા તાલુકા શાળા વીંછિયા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નું આયોજન - At This Time

જીનપરા તાલુકા શાળા વીંછિયા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નું આયોજન


ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનિકી થીમ આધારિત જીનપરા તાલુકા શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 નું આયોજન થયુ હતું. જેમાં હાથસણી કન્યા પ્રાથમિક શાળાની કૃતિ હતી કુદરતી ખેતી, કંધેવાળીયા પ્રાથમિક શાળાની કૃતિ હતી સજીવ ખેતી, શ્રી જનડા પ્રાથમિક શાળાની કૃતિ હતી વરસાદી પાણીનો ઉપયોગ, હાથસણી સીમ 1 શાળાની કૃતિ હતી સોલાર વોટર હીટર, શ્રી ઓરી કુમાર પ્રાથમિક શાળાની કૃતિ હતી આદિત્ય L 1 સેટેલાઈટ અને શ્રી હાથસણી કુમાર પ્રાથમિક શાળાની થીમ હતી વોટર લેવલ ઇન્ડિકેટર આ તમામ શાળાઓની કૃતિઓમાં હાથસણી કન્યા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રદર્શનમાં પહેલો નંબર મેળવ્યો હતો. જેથી શાળા સ્ટાફ ગણ અને શાળાના આચાર્યએ બાળાઓને અભિનંદન પાઠવ્યા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.