સરકારી નોકરીના લાલચમાં 43.50 લાખની છેતરપીંડી: બોટાદ એસ.ઓ.જી.એ મહિલા આરોપીને અમદાવાદથી ઝડપી પાડી
(રિપોર્ટર:-ચેતન ચૌહાણ )
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક, કિશોર બળોલીયાએ બોટાદ જીલ્લામાં નોંધાયેલ ગુન્હાઓમાં નાસતા ફરતા વધુમાં વધુ આરોપીઓને પકડવા સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ જે અન્વયેપોલીસ ઇન્સ્પેકટર એમ.જી.જાડેજા એસ.ઓ.જી.શાખા બોટાદનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાસતા ફરતા આરોપી પકડી પાડવા જરૂરી માર્ગદર્શન પુરૂપાડવામાં આવેલ જે અન્વયે આજ રોજ તા:-૧૮/૦૪/૨૦૨૫ ના રોજ બોટાદ એસ.ઓ.જી.શાખામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એ.એમ. રાવલ તથા પોલીસ સબઇન્સ્પેકટર એમ.એ.રાઠોડ નાઓ સાથે એસ.ઓ.જી.શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી બોટાદ ટાઉન પો.સ્ટેનાગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૪ ૦૮૯૦/૨૦૨૪ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબના ગુન્હામાં બોટાદ જીલ્લા તથા રાજકોટ જીલ્લાના અલગ અલગ વ્યક્તિને સરકારી નોકરી આપવાની લાલચ આપી કુલ:-૪૩,૫૦,૦૦૦/-ની છેતરપીડી ના ગુન્હાના કામે નાસતા ફરતા મહિલા આરોપીની તપાસમાં જોડાયેલ હતા જે સંદર્ભે પો.સ.ઇ. એ.એમ.રાવલ સાથે એસ.ઓ.જી.શાખાના કર્મચરિઓ અમદાવાદ ખાતે તપાસમાં હતા તે દરમ્યાન ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી આ ગુન્હાના આરોપી શિલ્પાબેન W/o અજયકુમાર બુધાલાલ દવે ઉ.વ.આ.૪૬ રહે. અમદાવાદ, ઓગણજ, રોયલ ગણેશ એપાર્ટમેન્ટ, મકાન નં. ૪૦૩ મુળ રહે લીંબડી, ગાયત્રી સોસાયટી, બસસ્ટેન્ડ સામે બ્લોક નં. ૧૫ લીંબડી જી.સુરેન્દ્રનગરવાળીને અમદાવાદ ખાતેથી પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
