ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ મત ગણતરી મથકની અંદર મોબાઈલ ફોન, પેજર અને કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ મત ગણતરી મથકની અંદર મોબાઈલ ફોન, પેજર અને કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ


બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એ.શાહે બહાર પાડેલું જાહેરનામું

વિધાનસભા સામાન્ય ચુંટણીઓ-૨૦૨૨ ના બોટાદ જિલ્લાના ૧૦૭-બોટાદ વિધાનસભા મતદાર વિભાગ તથા ૧૦૬-ગઢડા વિધાનસભા મતદાર વિભાગની મત ગણતરી તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ મોડલ સ્કુલ બોટાદના બિલ્ડીંગમાં યોજાનાર છે. મતગણતરીની કામગીરી દરમિયાન કોઇ વિક્ષેપ કે અવરોધ ઉભા ન થાય તેમજ જાહેર સલામતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એ.શાહે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતગણતરી હોલની અંદર ભારતના ચુંટણી પંચના નિરીક્ષકશ્રી તથા RO, ARO અને ETPBS ના કાઉન્ટીંગ સુપરવાઇઝર સિવાયના કોઇપણ વ્યક્તિએ મોબાઇલ ફોન, વોકીટોકી વાયરલેસ સેટ પેજર અને કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બોટાદ બ્યુરો : ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.