ઓગસ્ટ મહિનો પૂરો કરી બતાવો, ઝારખંડના સીએમ હેમંત સોરેનને ભાજપ સાંસદનો પડકાર - At This Time

ઓગસ્ટ મહિનો પૂરો કરી બતાવો, ઝારખંડના સીએમ હેમંત સોરેનને ભાજપ સાંસદનો પડકાર


નવી દિલ્હી, તા 18 ઓગસ્ટ 2022ઝારખંડના સીએમ હેમંત સોરેન ઓગસ્ટ મહિનો પૂરો કરી બતાવે તેવો પડકાર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ફેંક્યો છે.દુબેના કહેવાનો બીજો અર્થ એ છે કે, હેમંત સોરેનના નેતૃત્વ હેઠળની ઝારખંડ મુક્તિ મોરચા સરકાર ઓગસ્ટ મહિનો પણ પૂરો નહી કરી શકે.દુબેએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 31 ઓગસ્ટ સુધીમાં ઘણી ઉથલ પાથલ થઈ શકે છે. રાજ્યનુ ચિત્ર બદલાઈ શકે છે. દુમકા અને બરહેટ બેઠક પર પેટા ચૂંટણી પણ યોજવી પડે તો નવાઈ નહી. દુમકામાં ચાર દાયકાથી એક જ પરિવારનુ શાસન છે અને તે ખતમ થઈ શકે છે. કારણકે રાજ્યમાં ગેરકાયેદસર માઈનિંગ, ભ્રષ્ટાચાર સહિતના મામલામાં ચુકાદો આવવાનો છે.ઉલ્લેખનીય છે કે, મુખ્યમત્રી સોરેન પર શેલ કંપનીઓ ચલાવવા માટે તેમજ ગેરકાયદેસર રીતે માઈનિંગ માટે લીઝ લેવાનો આરોપ છે. જેની સુનાવણી બુધવારે પૂરી થઈ ગઈ છે અને હવે સુપ્રીમ કોર્ટ તેના પર ચુકાદો આપશે.સાથે સાથે સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઝારખંડ હાઈકોર્ટમાં તેની સુનાવણી કરવા પર રોક લગાવી દીધી છે.જોકે ઝારખંડ મુક્તિ મોરચાએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યુ છે કે, ઝારખંડના મુંગેરીલાલ નિશિકાંત દુબેને ખબર નથી પડી રહી કે, સુપ્રીમ કોર્ટ શુ કરી રહી છે. દુબેએ સપના જોવામાંથી બહાર આવવુ જોઈએ અને સાંભળવુ જોઈએ કે મુખ્યમંત્રી હેમંત સોરેન માટે સુપ્રીમ કોર્ટે શું કહ્યુ છે અને એ પછી તેમણે પોતાના પાપ જોવા માટે હરિદ્વાર જતા રહેવુ જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.