સ્વચ્છતા પખવાડિયા ના ભાગ રૂપે ગેલ ઈન્ડિયા કંપની દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો - At This Time

સ્વચ્છતા પખવાડિયા ના ભાગ રૂપે ગેલ ઈન્ડિયા કંપની દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો


ગેલ ઈન્ડિયા કંપની સામખિયાળી પ્લાન્ટ દ્વારા નજીકના વિસ્તારમાં ચાલતી અનુદાનિત પ્રાથમિક નિવાસી શાળા રાજનસર માં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતતા લાવવા એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતા અભિયાન વેગ પકડી રહ્યું છે ત્યારે લોકો ને શ્રમ અને સ્વચ્છતાનું વિશેષરૂપે મહત્વ સમજાય અને સ્વૈચ્છીક રીતે સ્વચ્છતા અભિયાનમાં લોકો પોતાનું યોગદાન આપે તેવા ઉદેશયથી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત પખવાડિયા દરમિયાન વક્તૃત્વ, ચિત્ર, પોસ્ટર, પ્રશ્ન, નિબંધ, પ્રાર્થના, પ્રતિજ્ઞાવાંચન, શેરી-મોહલ્લા, ગામ, શહેર, શાળા-કોલેજો, હોસ્પિટલ સહિત જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવતી હોય છે ત્યારે લાકડિયા માં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ગેલ ઈન્ડિયા કંપની દ્વારા રાજનસર અનુદાનિત પ્રાથમિક નિવાસી શાળા માં સફાઇ અભિયાન કરવામાં આવ્યું હતું અને શાળા ને ઉપયોગી સફાઈ માટે સામાન આપવામાં આવ્યો હતો
9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.