આજરોજ બોટાદ જિલ્લાના માનનિય જીલ્લા વિકાસ અધિકારી સાહેબ અક્ષય બુડાનીયા, મુખ્ય જીલ્લા આરોગ્ય - At This Time

આજરોજ બોટાદ જિલ્લાના માનનિય જીલ્લા વિકાસ અધિકારી સાહેબ અક્ષય બુડાનીયા, મુખ્ય જીલ્લા આરોગ્ય


અધિકારી બી. એ. ધોળકિયા મેડમ, જીલ્લા ક્વોલિટી ઓફિસર બી.કે. વાગડીયા સાહેબ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
ભીમનાથને NQAS નું પ્રમાણપત્ર મેડિકલ ઓફિસર નિખિલ સોલંકી , સુપરવાઈઝર બ્રિજેશ ચાવડા, મંજુલાબેન સોલંકી, કિશન ચૌહાણ સ્ટાફ નર્સ, ને એનાયત કરવામાં આવ્યું. પ્રા.આ. કેન્દ્ર ભીમનાથ દ્વારા સતત બીજીવાર નેશનલ લેવલેથી આ સિદ્ધિ પ્રાપ્ત કરવામા આવી છે. પ્રા.આ કેન્દ્ર તેમજ જીલ્લા કક્ષાએથી કર્મચારીઓ અને અધિકારીઓની સખત મહેનત દ્વારા આ કામગીરી શક્ય બની છે. ઉપરાંત મહિલા દિવસ ની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગના મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image