મોટા ખુંટવડા કેન્દ્રવતી શાળા પાસે ખુલ્લી વીજ પાવર પેટી બદલવાની કામગીરી કરાઈ - At This Time

મોટા ખુંટવડા કેન્દ્રવતી શાળા પાસે ખુલ્લી વીજ પાવર પેટી બદલવાની કામગીરી કરાઈ


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે રહેતા સામાજિક કાર્યકર્તા અને એટ ધીસ ટાઈમ ન્યૂઝ પત્રકાર પ્રતિનિધિ રમેશભાઈ જીંજુવાડીયાની મહેનત રંગ લાવી મહુવા તાલુકાના મોટા ખુંટવડા કેન્દ્રવતી શાળા પાસે વીજ પોલ પર વીજ પાવરની ખુલ્લી પેટી ને લઈને સામાજિક કાર્યકર્તા રમેશભાઈ જીંજુવાડીયા દ્વારા સોશિયલ મીડિયા તેમજ તમામ ન્યુઝ ચેનલો મારફત વીજ પેટી બદલાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી મોટા ખુંટવડા કેન્દ્રવતી શાળા પાસે આવેલ આ ખુલી વીજ પેટી પાસેથી દરરોજ લગભગ 200 થી 300 વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે તેમજ વીજ પેટી જમીનથી માત્ર બે થી ત્રણ ફૂટ જ ઉંચી હોવાથી દુર્ઘટના સર્જવાનો ભય હોવાથી સામાજિક કાર્યકર્તા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે મોટા ખુંટવડા કેન્દ્રવતી શાળા પાસે વીજપોલ પર રહેલી ખુલ્લી પાવરની પેટીને બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ વિજ પાવરની પેટી બદલાવવા માટે જે સોશિયલ મીડિયા અને તમામ ન્યુઝ ચેનલો દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા તે સૌ પત્રકાર પ્રતિનિધિનો આભાર પણ રમેશ ‌જીંજુવાડીયા દ્વારા વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.