ગીર સોમનાથ જિલ્લાના ઉના કોડીનાર તેમજ ગીર ગઢડા તાલુકામાં પવિત્ર રક્ષાબંધનની ઉજવણી
તા: ગીર સોમનાથ જિલ્લામાં ઉના કોડીનાર ગીર ગઢડા જેવા અનેક તાલુકામાં આજે રક્ષાબંધન પવિત્ર ભાઈ-બહેનનો તહેવાર હોય જે નિમિત્તે ગ્રામ્ય વિસ્તારોમાં બહેનએ ભાઇને રાખડી બાંધીને આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે સતત સવારથી જ વરસાદી માહોલ હોય જેમાં અનેક લોકો વરસાદી માહોલ વચ્ચે પણ પલળી ભીંજાઈને પણ બહેને પોતાના ભાઇને રાખડી બાંધવાના તમામ પ્રયત્નો કરીને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારોમાં રહેતા ભાઇને રાખડી બાંધવા માટે પોતાનું વાહન લઈને પણ રાખડી બાંધીને આ બંધન હજું પણ અમર રહે એ માટે આજે પવિત્ર તહેવારમાં સતત વરસતાં વરસાદમાં પણ બહેનએ ભાઇને રાખડી બાંધી ને તેમની ફરજ નિભાવી અને આ પવિત્ર રક્ષાબંધનનાં તહેવારની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં ઉના તાલુકાની શાળામાં વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ તેમજ નાના બાળકો અને શિક્ષકો સ્ટાફ દ્વારા એક વિશાળ રાખડીનું પ્રદર્શન કરીને વૃક્ષોનું જતન કઈ રીતે થાય અને વૃક્ષ પણ અમર રહે એવું એક ઉદાહરણ ઊભું કરવા માટે મહાન રાખડી બનાવીને આ વૃક્ષને સ્ટાફ દ્વારા આ વૃક્ષને રાખડી બાંધીને આ પવિત્ર રક્ષાબંધનનો હેતુ શું છે ??? એવી રીતે વૃક્ષને રાખડી બાંધીને પર્યાવરણ પ્રેમી જેવું પણ એક ઉદાહરણ ઊભું કરવામાં આવ્યું હતું જેમાં ઉના તાલુકાના રામનગર ખારા વિસ્તાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિધાર્થીનીઓ બાળકો સ્ટાફ દ્વારા વૃક્ષને રાખડી બાંધીને વૃક્ષનું પૂજન પણ કરવામાં આવ્યું હતું જેમાં આ શાળાનાં તમામ શિક્ષકો એ ભાઞ લિધો હતો અને તમાંમ શિક્ષકોની હાજરી પણ જોવા મળી હતી જેમાં ઉના તાલુકાના સૈયદ-રાજપરા બંદરમાં દરિયાના મોજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા જે દિવાલનું આઝાદી વખતનું બાંધકામ હતું એ ધડાકાભેર મોજાથી તૂટી પડતા 2/4 લોકોના મકાન પણ ધરાશાય થઈ ગયા હતા. જેમાં અનેક લોકોની જાનનો પણ બચાવ થયો હતો
ત્યારબાદ આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢડા ઊના તાલાળા વેરાવળ સુત્રાપાડા કોડીનાર જેવા અનેક તાલુકામાં સતત વરસાદી વાતાવરણ રહેવાથી અનેક લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા જે આજે પવિત્ર રક્ષાબંધનના તહેવારના દિવસે સતત વરસાદ વરસતા અનેક જગ્યાએ નદી નાળા પણ પૂરજોશમાં વહેતા જોવા મળ્યા હતા ત્યારે આજે ગ્રામ્ય વિસ્તારના અનેક લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો જેમાં આજે ભાઈ-બહેનના પવિત્ર રક્ષાબંધન તહેવારના દિવસે ક્યાંક પવિત્ર તહેવાર મનાવ્યો હોય અને ક્યાંક ચિંતામાં રહેતા લોકો પણ જોવા મળ્યા હતા જે આજે વરસાદી માંહોલ આખો દિવસ આ પવિત્ર રક્ષાબંધનના દિવસે પવન સાથે ક્યાંક ધિમીધારે ક્યાંક પુરજોશમાં વરસાદ વરસી જતાં વાતાવરણ બગડી જવાથી અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
પ્રેસ રિપોર્ટર ડી.કે.વાળા ગીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.