*ઘવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન* - At This Time

*ઘવલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન*


તા...22/12/2024

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

શિયાળાના તાજગીભર્યા અને ખુશનમા શીતળ વાતાવરણમાં વિદ્યાર્થીઓનો શારીરિક વિકાસ થાય તે હેતુથી સ્પોર્ટ્સ ડેનું પ્લાનિંગ કરી અલગ અલગ ૧૫ જેટલી કેટેગરી પ્રમાણે ગેમ્સ રાખી વિદ્યાર્થીઓના ગ્રુપ બનાવવામાં આવેલ, સ્કુલના વિશાળ મેદાનમાં સ્પોર્ટ્સ ડે માટે ઓલમ્પિકની જેમ વિદ્યાર્થીઓ માટે મેદાન તૈયાર કરવામાં આવેલ. ઘવલ ઇન્ટરનેશનલ સ્કુલના સીઈઓ જયવીર ભુવાએ વિદ્યાર્થીઓને પોતાની સ્પીચમાં રમતગમતનું મહત્વ સમજાવતા જણાવેલ કે રમતગમત સ્પર્ધાથી વિદ્યાર્થીઓમાં ટીમ લીડરશીપ, નિયમનું પાલન, ડિસીપ્લીન અને શારીરિકની સાથે માનસિક વિકાસ પણ થાય છે અને રમત-ગમત રમતા બાળકો માત્ર તેમની ઉંમરના બાળકો સાથે જ નહીં, પરંતુ ટીમના મોટા અને નાના ખેલાડીઓ, કોચ વગેરે સાથે પણ વાતચીત કરવાનું શીખે છે. તેઓ પણ સંબંધની ભાવના વિકસાવે છે અને નવા મિત્રો બનાવવાની તક મેળવે છે. આ સંદેશાવ્યવહાર અને સામાજિક કુશળતા તેમને તેમના ભાવિ કારકિર્દીમાં મદદ કરે છે. સ્પોર્ટ્સ ડેમાં ભાગ લેનાર અને વિજેતા થનાર તમામ વિદ્યાર્થીઓને કેમ્પસ ડાયરેક્ટર તથા ખ્યાતનામ શિક્ષણવિદ દિનેશ ભુવા પ્રિન્સીપાલ અભિષેક સર, એચઓડી શીવપ્રતાપ, જીતુભાઈ, હર્ષદભાઈએ અભિનંદન સાથે સર્ટીફીકેટ અને મેડલ આપી પ્રોત્સાહિત કરેલ.


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image