રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો સોશ્યલ મીડિયા અને સાયબર સિક્યુરીટીના જોખમો અંગે માર્ગદર્શન અપાયુ - At This Time

રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો સોશ્યલ મીડિયા અને સાયબર સિક્યુરીટીના જોખમો અંગે માર્ગદર્શન અપાયુ


રાજકોટ તા. ૧૪ ઓગસ્ટ - રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે તા. ૧૩ ઓગસ્ટના રોજ સાયબર અવેરનેસ સેમીનાર યોજાયો હતો. આ સેમીનારમાં સાયબર પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના પો.ઈ.શ્રી રિતિકા પઢીયાર, પો.ઈ.શ્રી કે.પી.પટેલ તેમજ એ.એસ.આઈ શ્રી જે.એમ.ખુંટ દ્વારા સોશ્યલ મીડિયા અને સાયબર સિક્યુરીટી અંગેના જોખમો અંગે જેલના અધિકારી/કર્મચારીઓને વિસ્તારથી માહિતગાર કરાયાં હતાં.
ટેકનોલોજી વધવાની સાથે સાયબર ગુનાઓ બનતા હોય છે. સમાજમાં કેટલાય લોકો દરરોજ સાઇબર ફ્રોડનો ભોગ બનતા હોય છે ત્યારે તમામ લોકોની સાથે સાથે સરકારી કર્મચારીઓ અધિકારીઓ સાયબર ક્રાઇમ અંગે જાગૃત થાય અને તેનો ભોગ બનતા બચે તે માટે સાઇબર ક્રાઈમ વિભાગ દ્વારા અવારનવાર અવેરનેસ કાર્યક્રમ યોજાતા હોય છે.
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જેલ ખાતે ફરજ બજાવતા તમામ સંવર્ગના અધિકારી/કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.