એ.સી.બી. દ્વારા લાંચખોર પોલીસ કોન્સ્ટેબલ પકડાયો: ૬૫,૦૦૦ રૂપિયાની લાંચ સાથે રંગે હાથ ઝડપાયો - At This Time

એ.સી.બી. દ્વારા લાંચખોર પોલીસ કોન્સ્ટેબલ પકડાયો: ૬૫,૦૦૦ રૂપિયાની લાંચ સાથે રંગે હાથ ઝડપાયો


અમદાવાદ: એન્ટિ કરપ્શન બ્યુરોએ ફરી એકવાર લાંચખોર શાસકો સામે કડક કાર્યવાહી કરીને ન્યાય માટે લડત આપતા નાગરિકોના ભરોસાને વધુ મજબૂત બનાવ્યો છે. 13 જાન્યુઆરી 2025ના રોજ નિકોલ વિસ્તારમાં એ.સી.બી. દ્વારા કરવામાં આવેલા સફળ છટકામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અમનકુમાર સંજયકુમાર ચૌહાણ (ઉ.વ. 27) લાંચ લેતા રંગે હાથ પકડાયા હતા.

કેવી રીતે બન્યો આ છટકો?

ફરીયાદી, એક જાગૃત નાગરિક, પોતાની તેમજ તેમના મિત્રોની સામે જુગારના કેસથી બચવા માટે આરોપી દ્વારા રૂ. 4,00,000/- લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકઝક બાદ લાંચની રકમ રૂ. 1,00,000/- નક્કી કરાઈ હતી, જેમાંથી પ્રથમ તબક્કે ફરીયાદી પાસેથી રૂ. 35,000/- લેવામાં આવ્યા હતા. બાકીની રૂ. 65,000/- માટે સતત દબાણ કરતા ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો.

ગઠિત ટીમે કલ્પતરૂ સ્પા, શિવ બિઝનેસ હબ, પારીખ હોસ્પિટલની સામે ગંગોત્રી રોડ નિકોલમાં સફળ છટકો ગોઠવ્યો હતો. ફરીયાદી પાસેથી લાંચની નક્કી કરેલી રકમ સ્વીકારતા કોન્સ્ટેબલ ચૌહાણને ACB ટીમે પકડ્યો. લાંચ માટે અપાતી રકમ રૂ. 65,000/- સાબિત કરીને આરોપીને કાયદાના જાળમાં લવાયો.

અધિકારીઓની કામગીરી નોંધપાત્ર

આ સમગ્ર કામગીરી પો.ઇન્સ. શ્રી આર.આઇ. પરમારના માર્ગદર્શનમાં અને મદદનિશ નિયામક શ્રી કે.બી. ચુડાસમાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. તેમની ઝડપી અને પ્રભાવી કામગીરીએ ફરીયાદી તથા તેમની સાથેના નાગરિકોને ન્યાય અપાવ્યો.

સમાજ માટે સંદેશ

એ.સી.બી. દ્વારા આછટકામાં પુનઃ એકવાર સાબિત થયું કે કોઈ પણ વ્યક્તિ કાયદાની પહોંચથી દૂર નથી. આ કાર્યવાહી એ સમજૂતી આપે છે કે લાંચ લેવા કે આપવાના કિસ્સાઓ સામે દટકા કરતી એ.સી.બી. તટસ્થ અને ન્યાયસંગ્રહિત છે.

નાગરિકો માટે અપીલ:

કોઈ પણ પ્રકારની લાંચની માંગણી થાય તો તરત જ એ.સી.બી.નો સંપર્ક કરો અને ન્યાય માટે તમારી જવાબદારી નિભાવો.

સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.