ધંધુકા એસટી ડેપો ખાતે વેપારી અગ્રણી નિલેશભાઈ બગડીયા દ્વારા ઠંડી છાશનું વિતરણ - At This Time

ધંધુકા એસટી ડેપો ખાતે વેપારી અગ્રણી નિલેશભાઈ બગડીયા દ્વારા ઠંડી છાશનું વિતરણ


ધંધુકા એસટી ડેપો ખાતે વેપારી અગ્રણી નિલેશભાઈ બગડીયા દ્વારા ઠંડી છાશનું વિતરણ

કાળઝાળ ગરમીમાં રાહતરૂપ પહેલ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. મુસાફરો તેમજ એસટી ડેપોના કર્મચારીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં ધંધુકા નગરના પ્રમુખ વેપારી અગ્રણી શ્રી નિલેશભાઈ બગડીયા દ્વારા માનવતાના સેવાભાવી ઉદ્દેશ્ય સાથે ધંધુકા એસટી ડેપો ખાતે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે મોટી સંખ્યામાં ડ્રાઈવર, કંડક્ટરો તેમજ મુસાફરો દ્વારા ઠંડી છાશનો લાભ લેવાયો હતો. ગરમીથી થોડી રાહત મળતા તમામના ચહેરા પર સંતોષ અને આનંદ ઝલક્યો હતો.

રાજ્યમાં હિટ વેવની આગાહી વચ્ચે આવી સેવા પ્રવૃત્તિઓ સમાજમાં હકારાત્મક ઉદાહરણરૂપ બની રહી છે. આ ઉમદા કામગીરી બદલ તમામે શ્રી નિલેશભાઈ બગડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image