ભગવતીપરામાં 44 દુકાન, 15 મકાન અને જુદી-જુદી કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કરાયું
ટાઉન પ્લાનિંગ શાખાએ 700.28 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવી
રાજકોટ મહાનગરપાલિકાએ હવે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી છે અને તેના ભાગરૂપે બુધવારે ઇસ્ટ ઝોનમાં રામાપીર ચોકડી પાસે દબાણ દૂર કરવા ઓપરેશન હાથ ધર્યા બાદ ગુરુવારે ઇસ્ટ ઝોન કચેરીએ ભગવતીપરામાં મેગા ઓપરેશન હાથ ધરી ટી.પી.ના પ્લોટ અને રોડમાં ખડકાયેલા ગેરકાયદે દુકાનો, મકાનો અને જુદી-જુદી કમ્પાઉન્ડ વોલ તથા પ્લીન્થનું દબાણ દૂર કર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
