શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, રેપ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે - At This Time

શાહનવાઝ હુસૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, રેપ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે


નવી દિલ્હી,તા. 22 ઓગસ્ટ 2022,સોમવાર બીજેપી નેતા શાહનવાઝ હુસૈન પર 2018માં એક મહિલાએ રેપનો આરોપ લગાવ્યો હતો. 2018માં કથિત રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે હાલમાં શાહનવાઝ હુસૈન સામેની તમામ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.આ કેસમાં સુપ્રીમ કોર્ટે પીડિતાને નોટિસ પણ પાઠવી છે. આ સાથે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં આ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને શાહનવાઝ હુસૈને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ યુયુ લલિતની બેન્ચે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે, "પ્રથમ દૃષ્ટિએ આ બાબત પર વિચાર કરવાની જરૂર છે. અમે આ મામલે કાર્યવાહી રોકવા માટે આદેશ જારી કરી રહ્યા છીએ." હવે આ મામલે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન જ્યારે પીડિત મહિલાના વકીલે ઊંચા અવાજમાં બોલવાનું શરૂ કર્યું ત્યારે કોર્ટે કહ્યું કે, અમે પીડિતાની વાત પણ સાંભળીશું પરંતુ પહેલા અરજદારની અરજી સાંભળવી જોઈએ. આ પછી શાહનવાઝ હુસૈન વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર થયા. મુકુલ રોહતગીએ કહ્યું કે 31 જાન્યુઆરી 2018ના રોજ પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. રોહતગીએ શાહનવાઝ હુસૈન વતી કહ્યું કે મહિલા તલાક લીધા બાદ મારી પાસે પોતાનું દુઃખ જણાવવા આવી હતી. તે પણ રડી પડી. એનાથી વધુ કંઈ થયું નથી. રોહતગીએ કહ્યું કે અમે 482 હેઠળ રાહત ઈચ્છીએ છીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે આ મામલાની સુનાવણી સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.