બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે લુઇસ બ્રેઈલ ની જન્મ તિથિ નિમિત્તે અંધ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું. - At This Time

બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે લુઇસ બ્રેઈલ ની જન્મ તિથિ નિમિત્તે અંધ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.


બનાસકાંઠા દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે આજે લુઇસ બ્રેઈલ ની જન્મ તિથિ નિમિત્તે અંધ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું.

નેત્રહીન લોકો માટે બ્રેઈલ લિપિની શોધ કરનાર લુઈસ બ્રેઈલનો જન્મ આજના દિવસે 1809માં ફ્રાન્સના કુપ્રેના એક નાના શહેરમાં થયો હતો. લુઈસ 4 ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. લુઈસ બ્રેઈલ કે જેઓ પોતે નેત્રહીન હોવા છતાં નેત્રહીન લોકોને વાંચવા અને લખવા સક્ષમ બનાવવા માટે એક નવી શોધ કરી, જેમને બ્રેઈલ લિપિ (Braille lipi) કહેવામાં આવે છે અને તેની મદદથી આજે મોટી સંખ્યામાં નેત્રહીન લોકો (Blind People) પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે.
બ્રેઈલ લિપિના શોધક લુઈસ બ્રેઈલ આજે પણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. 2009માં, લુઈસ બ્રેઈલની 200મી જન્મજયંતિના અવસર પર, ભારત સરકારે તેમના માનમાં એક ટપાલ ટિકિટ અને બે રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો હતો. તેમની બ્રેઈલ લિપિ નેત્રહીનજનો માટે ઘણી મદદરૂપ સાબિત થઈ છે. અને આજે પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે.
તેમની યાદમાં સર ભવાનીસિંહ વિદ્યાલય દાંતા ખાતે અભ્યાસ કરતા ત્રણ અંધ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી અને સીનિયર સ્ટાફમિત્રોએ ત્રણેય વિદ્યાર્થીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ત્રણેય દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં પણ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરતા હોય છે.
ધોરણ 9 D માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થી ડુંગાઈશા મુંગલાભાઈ ભેરાભાઈએ પ્રાર્થના સભામાં લુઇસ બ્રેઈલની જીવનગાથા સંભળાવી ત્યારે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.