લખતર તાલુકા પંચાયતનું 4.13 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર - At This Time

લખતર તાલુકા પંચાયતનું 4.13 કરોડની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર


સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25ના અંદાજે રૂ.4.13 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું હતું જેમાં વિવિધ વિકાસના કામોને આવરી લેવામાં આવ્યા છે લખતર તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રમુખની ચેમ્બરમાં સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં ગત સામાન્ય સભાની મીટિંગની કાર્યવાહીને બહાલી આપવી ગત કારોબારી સભાની કાર્યવાહીને નોંધને બહાલી આપવી તેમજ લખતર તાલુકા પંચાયતનું વર્ષ 2023-2024નું સુધારેલું અંદાજપત્ર તથા વર્ષ 2024-2025 માટેનું અંદાજપત્ર સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે બેઠક દરમિયાન વર્ષ 2024-2025ના 4.13 કરોડની પુરાંતવાળા બજેટને સર્વાનુમતે મંજૂર કરવામા આવ્યું હતું આ બજેટમાં શિક્ષણ, આઇસીડીએસ, પશુપાલન, સામાજિક સુરક્ષા અને કલ્યાણ, પોષક આહાર, કુદરતી આફતો સહિતના અન્ય વિકાસના કામો માટે પણ રકમ ફાળવવામાં આવી છે બેઠકમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ, તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા, લખતર નાયબ તાલુકા વિકાસ અધિકારી વી.જી.પટેલ, નાયબ હિસાબનીશ કે.ડી.શીયાણીયા સહિતના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.