હળવદના વેગડવાવ રોડ પર ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો:પોલીસ તપાસ શરૂ - At This Time

હળવદના વેગડવાવ રોડ પર ખેતરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો:પોલીસ તપાસ શરૂ


હળવદમાં વેગડવાવ રોડ પર ખેતરમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. અને ઠંડી ને કારણે મોત થયાનું પ્રાથમિક તારણ જણાવવામાં આવી રહ્યું છે.જો કે, મૃતદેહ પાસેથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવતા મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.

છેલ્લાં બે દિવસથી સૂસવાટાભર્યાં ઠંડા પવનો સાથે ગુજરાતના અનેક શહેર ગામોનું વાતાવરણ એકદમ ઠંડુગાર થઇ ગયું છે. એમાંય ખુલ્લા ખેતરો, તળાવ, નદીઓ પાસેના પાણીથી ભરેલા વિસ્તારોનું તાપમાન વધારે નીચું ગયું છે. ત્યારે હળવદના વેગડવાવ રોડ પર આવેલ ખેતરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ઠંડીને કારણે મૃત્યુ થયું હોવાનું પોલીસ દ્વારા પ્રાથમિક તારણ લગાડવામાં આવી રહ્યું છે. પરંતુ જ્યાંથી મૃતદેહ મળી આવ્યો ત્યાંથી દેશી દારૂની કોથળીઓ, નાસ્તો અને સોડાની બોટલ પણ મળી આવી છે. જેથી મોતનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો આ મૃતદેહને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેમજ મૃતકની ઓળખ મેળવવા હળવદ પોલીસે તજવીજ હાથ ધરી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.