આવતી કાલે સાળંગપુરમાં હનુમાનજીના સાનિધ્યમાં ભવ્ય શાકોત્સવ અને શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિપ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો 22મો ગાદી પદારુઢ સમારોહ ભવ્ય આયોજન
વિશ્વવિખ્યાત સાળંગપુરના શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે આ સાથે લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિપ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનો 22મો ગાદી પદારુઢ સમારોહ દાદાના સાનિધ્યમાં ઉજવાશે મહત્ત્વનું છે કે, દાદાના આંગણે શાકોત્સવમાં લાખો ભક્તો શાક, બાજરાના રોટલા, ખીચડી, લાડુ, રાયતા મરચાં, ગોળ અને છાસ પ્રસાદનો લ્હાવો લેશે. આ શાકોત્સવ પ.પૂ. નૌતમસ્વામીના યજમાન પદે યોજાઈ રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી રહ્યું છે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીના જણાવ્યા મુજબ, સાળંગપુરમાં દાદાના સાનિધ્યમાં આ 5મો શાકોત્સવ છે. આચાર્ય મહારાજ ગાદી પર વિરાજિત થયા એ દિવસની વર્ષગાંઠ સાળંગપુર હનુમાનજી મંદિરમાં ઉજવવાનું નક્કી કર્યું તે અંતર્ગત આગામી 1 ફેબ્રુઆરી શનિવારના રોજ ભવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે 200થી વધુ સંતો અને લાખો હરિભક્તો અહીં હાજર રહેશે. આ શાકોત્સવ પ.પૂ.નૌતમસ્વામીના યજમાન પદે યોજાઈ રહ્યો છે. જેમાં સવારેથી બપોરે 4 વાગ્યા સુધી મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. આ પછી વડતાલ મંદિરના કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામી ભક્તોને કથાનું રસપાન કરાવશે. જે બાદ 5 વાગ્યાથી સંતોના આશીર્વાદ અને આચાર્ય મહારાજનું ભાવપૂજન કરાશે. આ સાથે દાદાનું રાજોપચાર પૂજન કરવામાં આવશે આ અંગે નૌતમ સ્વામીએ જણાવ્યું કે, ગોપાળાનંદ સ્વામિની આજ્ઞાથી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદીએ પર વિરાજિત થયા એને 23મું વર્ષ શરૂ થાય છે આચાર્ય મહારાજના લીધે વડતાલનો સતસંગ સમાજ, સંતો અને દરેક મંદિરો પ્રગતિ કરી રહ્યા છે આચાર્ય મહારાજના હસ્તે સંપ્રદાય વિકાસ કરી રહ્યો છે ભગવાનના આશીર્વાદથી સેંકડો સંતો તેમના હસ્તે દીક્ષિત થયા છે 1 ફેબ્રુઆરીએ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. તે વખતે આચાર્ય મહારાજને ગાદી પર વિરાજિત કરાયે એ દરેક નિર્ણય સાળંગપુર દાદાના સાનિધ્યમાં લેવાયા હતાં તો વડતાલ મંદિરના કોઠારી ડૉક્ટર સંતવલ્લભ સ્વામીએ જણાવ્યું કે, આવતીકાલે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આશીર્વાદથી સાળંગપુર મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય શાકોત્સવ અને આચાર્યશ્રી રાકેશપ્રસાદજી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પર વિરાજિત થયા તે અંતર્ગત તેમના ભાવપૂજનનું આયોજન કરાયું છે. આ પ્રસંગે ખાસ સંપ્રદાયની સેવા કરવી, દાસત્વભાવ સાથે કરવી , વડિલોની માનમર્યાદા જાળવીને કરવી, એ દરેકનું સૌભાગ્ય નથી હોતું… અમને ગૌરવ છે કે, આ સેવા કરવાનું સૌભાગ્ય અમને મળ્યું છે શાકોત્સવની વાનગી અંતર્ગત રીંગણા (રવૈયા) 50 મણ, બાજરાનો લોટ 40 મણ, જુવારનો લોટ 1- મણ, બાસમતી ચોખા 300 કિલોગ્રામ, લીલી તુવેર 150 કિલોગ્રામ, લીલા વટાણા 200 કિલોગ્રામ, ટમેટા 200 કિલોગ્રામ, વઢવાણી મરચા 150 કિલોગ્રામ,તુવેર દાળ 120 કિલોગ્રામ, અમેરિકન મકાઈ 80 કિલોગ્રામ, ગોળ કોલાપુરી 100 કિલોગ્રામ, ઘી ચોખ્ખુ 5 ડબ્બા, સિંગતેલ 20 ડબ્બા, ખાંડ આખી 50 કિલોગ્રામ,ખારી સીંગ 50 કિલોગ્રામ,કાજુ 40 કિલોગ્રામ, સિંગદાણા 40 કિલોગ્રામ, લાલ દ્રાક્ષ 30 કિલોગ્રામ, દળેલું મીઠું 30 કિલોગ્રામ, કોપરા ખમણ 25 કિલોગ્રામ, મગસ્તરી 20 કિલોગ્રામ, બદામ ચીપ 20 કિલોગ્રામ, સફેદ તલ 20 કિલોગ્રામ, મરચાની ભુકી 20 કિલોગ્રામ, ધાણાજીરું 20 કિલોગ્રામ, લીંબુ 20 કિલોગ્રામ, આદુ 20 કિલોગ્રામ,ગાજર 15 કિલોગ્રામ, મરજી જીણી 15 કિલોગ્રામ, હળદળ 15 કિલોગ્રામ, રાઈ કુરીયા 10 કિલોગ્રામ, મેથી કુરીયા 10 કિલોગ્રામ, ,કાશ્મીરી મરચું 5 કિલોગ્રામ, રાઈ 3 રાઈ કિલોગ્રામ, મેથી 3 કિલોગ્રામ, ખસખસ 3 કિલોગ્રામ, જીરૂ 3 કિલોગ્રામ, આખા ધાણા 2 કિલોગ્રામ, વઘારના મરચા 2 કિલોગ્રામ, ગરમ મસાલો 2 કિલોગ્રામ, મીઠો લીમડો 1 કિલોગ્રામ, તજ લવિંગ 1 કિલોગ્રામ, કસ્તુરી મેથી 1 કિલોગ્રામ, તમાત પત્ર 500 ગ્રામ વિગેરે સીધા સામગ્રી સાથે ભવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવશે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
