અરવલ્લીની તમામ આંગણવાડીઓમાં રંગોળી દ્વારા લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા. - At This Time

અરવલ્લીની તમામ આંગણવાડીઓમાં રંગોળી દ્વારા લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરાયા.


લોકસભા સામાન્ય ચૂંટણી-2024.
ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ.
લોકસભા સામાન્ય ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત કાર્યક્રમો કરીને જિલ્લાના તમામ નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં આઈસીડીએસ વિભાગ પણ સહભાગી બન્યો છે.

જિલ્લાની તમામ આંગણવાડીઓમાં લોકો દ્વારા ગામમાં રંગોળી કરીને લોકોને મતદાન કરવાનું મૂલ્ય સમજાવીને તા.07 મે ના રોજ અચુક મતદાન કરવા માટે પ્રેરીત કરવામાં આવ્યા હતા. “રંગોળીમાં ગુપ્ત દાન, મતદાન’’, ‘’મતદાન એ જ મહાદાન’’, ‘’મારો મત મારો અધિકાર’’ વગેરે સુત્રો લખવામાં આવ્યા હતા. આમ, જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃતિઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરીને લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.