સરકારી વિનયન અને વાણિજય કૉલેજ નેત્રંગ, જિ.ભરૂચને NAAC દ્વારા 'B' ગ્રેડ પ્રાપ્ત થયો. - At This Time

સરકારી વિનયન અને વાણિજય કૉલેજ નેત્રંગ, જિ.ભરૂચને NAAC દ્વારા ‘B’ ગ્રેડ પ્રાપ્ત થયો.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૧૦/૦૧/૨૦૨૪

 ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત અને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી , ગાંધીનગર સંચાલિત અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી , સુરત સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ , નેત્રંગ ખાતે તાજેતર માં રાષ્ટ્રીય મુલ્યાંકન અને પ્રત્યાયન પરિષદ ( NAAC) ની Peer Team દ્વારા બે દિવસની રૂબરૂ સ્થળ તપાસ અને મુલાકાત ગોઠવવામાં આવેલ હતી. ટીમ દ્વારા કૉલેજ ગુણવત્તા લક્ષી ઉચ્ચ શિક્ષણ , ભૌતિક સુવિધાઓ તેમજ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ મુલ્યાંકન કરવામાં આવતા કૉલેજને B Grade અને 4 માંથી 2.32 CGPA મળેલ છે. કૉલેજની આ કામગીરી આચાર્ય શ્રી ડૉ. જી.આર.પરમારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. કૉલેજની આ વિશિષ્ટ સિધ્ધિને શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી મુકેશકુમાર સાહેબ,  ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી ના ડાયરેક્ટરશ્રી પી.બી.પંડ્યા સાહેબ, તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી , સુરતના કુલપતિશ્રી એ સમગ્ર કૉલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવી આચાર્યશ્રીની કામગીરી ને બિરદાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.