શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો
ભગવાન શિવની આરાધનાના પર્વ શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે આજે પહેલા મંગળવારે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી દાદાને વિશેષ શ્રીનાથજીની થીમવાળા વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને શણગાર કરાયો છે મહત્ત્વનું છે કે, આજે સવારે મંગળા અને શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો. આજે દાદાને 400 કિલો કેળાનો અન્નકુટ પણ ધરાવાયો છે આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલાં સોમવારે શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે આ વાઘા અને શણગાર બનાવવા માટે ચાર લોકોને એક અઠવાડિયા જેટલો સમય લાગ્યો છે આ શણગાર અહીં કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 3 કલાકનો સમય લાગ્યો હતો તો આજે 400 કિલો કેળાનો અન્નકુટ ધરાવાયો છે. આ કેળા અમદાવાદથી મંગાવ્યા છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.