ખેરાલુ નવી શરૂ થયેલ નર્સિંગ કોલેજમાં ઇન્ટરનેશનલ નર્સિંગ ડે ની ઉજવણી.... - At This Time

ખેરાલુ નવી શરૂ થયેલ નર્સિંગ કોલેજમાં ઇન્ટરનેશનલ નર્સિંગ ડે ની ઉજવણી….


ખેરાલુ નવી શરૂ થયેલ નર્સિંગ કોલેજમાં ઇન્ટરનેશનલ નર્સિંગ ડે ની ઉજવણી....

ખેરાલુ તાલુકા ઉત્તર વિભાગ કેળવણી મંડળ સંચાલિત ખેરાલુમાં શરૂ થયેલી નવીન ડો.જસુભાઈ, ડો.તારાબેન અને ડો.દિનેશભાઇ GNM નર્સિંગ સ્કૂલ તથા B.SC. નર્સિંગ કોલેજમાં આજે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે નિમિતે કોલેજમાં ખૂબ જ ધામધામથી ઉજવણી કરવામાં આવી હતી.
વિધાર્થીઓ દ્વારા ખૂબ જ સુંદર નાટક , નૃત્ય નર્સિંગ વિશે વક્તવ્યો આપ્યા હતા
આ પ્રસંગે આ કોલજની પેરેન્ટ હોસ્પિટલ જતન હોસ્પિટલના ડો.નિપુલભાઈ નાયક અને શ્રીમતી જયશ્રીબેન નાયક મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. કેળવણી મંડળના મંત્રીશ્રી માનસિંહભાઈ ચૌધરી તથા કેમ્પસ ડાયરેકટર જસ્મીન દેવી અને કાર્યાલય મંત્રી ડી.કે ચૌધરીએ હાજર રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેળવણી મંડળના પ્રમુખ શ્રી માનસિંહભાઈ મોટા એ યુ.એસ.એ.થી આ કાર્યક્રમ માટે પ્રિન્સિપાલ, સ્ટાફ અને વિધાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન નર્સિંગ કોલેજના ઉત્સાહી પ્રિન્સિપાલ અમિત ગુપ્તાના માર્ગદર્શન નીચે કોલેજના પ્રા.પ્રિયદર્શની સેજલ, પ્રા. આશા પટેલ અને પ્રા.સૂચિતા પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જીગ્નેશભાઈ પ્રજાપતિ અને વીણાબેન દેસાઈનો સહયોગ રહ્યો હતો....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.