*ભાવનગર જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી કુલ-૦૪ ગુન્હાઓનાં આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ​સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

*ભાવનગર જિલ્લામાં વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી કુલ-૦૪ ગુન્હાઓનાં આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ​સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ


ગુજરાત રાજય સરકાર શ્રીનાં ગૃહ વિભાગ તરફથી સમગ્ર રાજયમાં વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવા માટે અને પ્રજામાં વ્યાજખોરો વિરૂધ્ધ કાર્યવાહી કરાવવા જાગૃતિ લાવવાનાં હેતુથી સમગ્ર રાજયમાં જાહેર લોક દરબાર/જાહેર લોક સંવાદનું આયોજન કરવા તમામ જિલ્લાઓમાં સુચનાઓ કરવામાં આવેલ.જે સુચના અન્વયે આજરોજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબની ભાવનગર રેન્જ, ભાવનગર અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબ દ્રારા ભાવનગર, પોલીસ હેડ કવાટર્સ ખાતે જાહેર લોક સંવાદનું આયોજન કરવામાં આવેલ. આ જાહેર લોક સંવાદમાં ભાવનગર શહેર/ગ્રામ્યમાંથી જાહેર જનતાનો સારો પ્રતિસાદ મળવા પામેલ. આ કાર્યક્રમમાં પ્રજાને વ્યાજખોરો સામે કોઇ પણ પ્રકારનાં ડર કે શેર શરમ વગર આગળ આવી ફરિયાદ કરવા ખાતરી આપવામાં આવેલ.જે અંતર્ગત નીચે મુજબનાં પ્રજાજનોએ તેઓ સાથે વ્યાજખોરો દ્રારા કરવામાં આવતાં અમાનવીય કૃત્ય અંગે રજુઆત કરવામાં આવેલ. જે અંગે તાત્કાલિક ફરિયાદીશ્રીઓની ફરિયાદો લઇને આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી પી.બી.જાદવ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પી.બી. જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો અને ભાવનગર, એસ.ઓ.જી.નાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ,પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા સ્ટાફનાં માણસો તથા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડી તેઓ પાસે ફરિયાદીશ્રીઓનાં લેવામાં આવેલ ચેક, લખાણ વિગેરે દસ્તાવેજો મેળવવા માટે સખત સુચના આપવામાં આવેલ.

*વ્યાજખોરો વિરૂધ્ધ દાખલ થયેલ ગુન્હાઓઃ-*
૧) ઘોઘા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૨૦૨૩૦૦૨૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમઃ-પ, ૪૦,૪૨ મુજબ
૨) ઘોઘા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૨૦૨૩૦૦૨૩/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમઃ-૫, ૪૦,૪૨ મુજબ
૩) ગંગાજળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૦૦૪૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૮૪,૩૮૭,૫૦૪ મનીલેન્ડ એકટની કલમઃ-૪૦,૪૨ મુજબ
૪) નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૧૨૩૦૦૧૭/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૫૦૪,૫૦૬(૨),૧૧૪ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમઃ-૪૦ મુજબ
૫) ઘોઘા રોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૦૦૫૯/૨૦૨૩ ઇ.પી.કો.કલમઃ-૩૮૪,૫૦૬(૨) ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમઃ-૪૦,૪૨ મુજબ
*આરોપીઓઃ-*
૧) જેતુભાઇ દડુભાઇ દેસાઇ ઉ.વ.૩૫ ધંધો-ખેતીકામ રહે.ખડસલીયા તા.જી.ભાવનગર
૨) આલીંગભાઇ ભગુભાઇ હરકટ ઉ.વ.૫૫ ધંધો-ખેતી રહે.તળાવની બાજુમાં, ભુંભલી તા.જી.ભાવનગર
૩) સતવેન્દરસિંઘ ઉર્ફે સોનુ જસવંતસિંઘ રાઠોડ ઉ.વ.૩૬ ધંધો-નોકરી રહે. આટા મીલ પાસે, વિઠ્ઠલવાડી, ભાવનગર
૪) રણજીતભાઇ ભાવસંગભાઇ પરમાર ઉ.વ.૩૦ ધંધો-ખેતીકામ રહે.નવા પ્લોટ, આંબલી વાડી,વરતેજ, ભાવનગર

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, કે.એમ.પટેલ, શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં મહેન્દ્દભાઇ ચૌહાણ,સાગરભાઇ જોગદિયા, સંજયભાઇ ચુડાસમા, રાઘવેન્દ્દસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, મુકેશભાઇ પરમાર વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.