ડેભારી ગામે જાહેર માર્ગ પર વીજપોલ રોડ પર નમી જતા અકસ્માતની ભીતિ.... - At This Time

ડેભારી ગામે જાહેર માર્ગ પર વીજપોલ રોડ પર નમી જતા અકસ્માતની ભીતિ….


વિરપુર તાલુકાના ડેભારી ગામે મુખ્ય માર્ગ પર છેલ્લા બે વર્ષથી વીજપોલ જમીન તરફ ઝૂકી ગયો છે અને અકસ્માત નોંધ રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હોવા છતાં પણ વિરપુર વીજ વિભાગ ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યો હોય એવું લાગી રહ્યું છે ડેભારી ગામના મુખ્ય માર્ગ પર હજારો વાહનચાલકો તેમજ રાહદારીઓ પસાર થતા હોય છે તે માર્ગ પર વીજપોલ પોતાની મૂળ સ્થિતિમાંથી જમીન તરફ ઝૂકી ગયો છે આ માર્ગ પરથી દિવસના પાંચ હજારથી વધુ વાહનચાલકો અવરજવર કરે છે જેઓના માથે જોખમ તોળાઈ રહ્યું છે ઉપરાંત વીજ વાયરોને પણ વરસાદી વાતાવરણમાં હળવા પવનમાં ધરાસાઈ થાય તો વીજ પોલ અને વીજ લાઈનને નુકસાન કરે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થઈ છે આમ તો આ સ્થળ રોડ પરનું જ હોવાથી અને ડેભારી થી ધોળી ધાટડા માર્ગ પર આવતું હોવાથી અહીંથી પસાર થતા રાહદારીઓને નજરે પડી રહ્યુ છે પરંતુ વીજ વિભાગને નજરે નથી પડી રહ્યું વીજ વિભાગ દ્વારા આ વીજ પોલ જમીન પર ધરાસાઈ થાય અને કોઈ અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ આવે છે વીજ વિભાગની અગાઉ પણ વિરપુર પંથકમાં વીજ પોલ તૂટેલા હોવા છતાં વીજ પુરવઠો પસાર કરીને વીજ વિભાગની બેદરકારી સામે આવી છે ત્યારે વીજ વિભાગની પ્રિમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.