સિહોર ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શહેર ભાજપા દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો દબદબાભેર પ્રારંભ
સિહોર ના ક્રિકેટ ગ્રાઉન્ડખાતે શહેર ભાજપા પરિવાર દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નો શુભારંભ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ના અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો
ગેમ રમવી જીવનમાં ખૂબ જરૂરી છે અને યુવાનોને ગેમ સાથે જોડવા એક ભાજપા દ્વારા પ્રયત્ન છે - દિગ્વિજયસિંહ (જિલ્લા પ્રમુખ)
આ ટુર્નામેન્ટ ના પ્રારંભમાં જિલ્લા પ્રમુખ,પી.આઈ,નગરપાલિકા પ્રમુખ સહિતનાઓએ ગ્રાઉન્ડ માં હાથ અજમાવ્યો હતો
સિહોર શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ જાની તથા તેમની નવનિયુક્ત ટીમ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ સુંદર આયોજન કરાયું છે આ ટુર્નામેન્ટ માં ૬૦ થી વધુ ટીમોએ ભાગ લીધો છે રોજ અલગ અલગ ટીમો રમશે જેમાં વિજેતાઓ ની સેમિફાઇનલ અને ફાઇનલ મેચો રમાશે દરેક વિજેતા ટીમોને ઈનામોથી નવાજવામાં આવશે ત્યારે શુભારંભ ના પ્રથમ દિવસે સિહોર ભાજપ પ્રમુખ નિલેશ જાની ની કેપ્ટનશિપ માં ટોસ ઉડાડતા ભાજપા ટોસ જીતી પ્રથમ દાવ લેવાનું નક્કી કર્યું હતું સામે અને ભાજપ દ્વારા 10 ઓવર માં 86 રન બનાવ્યા હતા ત્યારે સિહોર પોલીસ અધિકારી બી.ડી જાડેજા ની કેપ્ટનશીપ માં પોલીસે ૧૧ પોલીસ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા હતા અને 7.2 ઓવરમાં 90 રન બનાવી જીત મેળવી હતી.
આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ માં જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, હોદ્દેદારો,આમંત્રિત મહેમાનો,શહેર ભાજપા પરિવાર, નગરપાલિકા પ્રમુખ,ચેરમેન,પૂર્વ પ્રમુખો,મહામંત્રીઓ, ઉપપ્રમુખો,મંત્રી,નગર સેવકો,મહિલા મોરચો,કાર્યકરો,તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
