ધંધુકા ખાતે ગરીબ નવાઝ રીલીફ કમિટીએ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું. - At This Time

ધંધુકા ખાતે ગરીબ નવાઝ રીલીફ કમિટીએ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું.


ધંધુકા ખાતે ગરીબ નવાઝ રીલીફ કમિટીએ વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કર્યું.
શિક્ષણને આજે પ્રથમ સ્થાન આપો શિક્ષણ તમોને કાલે પ્રથમ સ્થાન અપાવશે પ્રમુખ હબીબભાઈ મોદન.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ની ગરીબ નવાઝ કમિટીના પ્રમુખ હબીબભાઈ મોદન ના વડપણ હેઠળ છાત્રોને વિનામૂલ્યે નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ના ગરીબ નવાઝ રીલીફ કમિટી દ્વારા અત્રે ધંધુકાની મોર્ડન હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થી ભાઈ-બહેનો ને વિનામૂલ્યે નોટબુકો ના વિતરણનો કાર્યક્રમ ગરીબ નવાઝ રીલીફ કમિટીના પ્રમુખ હબીબભાઈ મોદન અને ટ્રસ્ટીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.જેમાં ધંધુકા શહેર ઉપરાંત ગલસાણા, રોજકા, પડાણા, સહિતના એક હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું ગરીબ નવાઝ રીલીફ કમિટી દ્વારા વર્ષોવર્ષ વિદ્યાર્થીના અને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવેલ છે ઉપરાંત જરૂરિયાત વાળા છાત્રોને તથા સમાજ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે નોટબુક વિતરણ કાર્યક્રમ ની સાથે ૧૪ બહેનોને સિલાઇ મશીન પણ આપવામાં આવ્યા હતા ગરીબ નવાઝ રીલીફ કમિટી આયોજિત કાર્યક્રમમાં પ્રમુખ હબીબભાઈ મોદન ,ભાઈજીભાઈ મોદન, હુસેનભાઇ મળવત, ગુલાબ મયુરદિનભાઈ મારુ, હુસેનભાઈ દેસાઈ, રહીમભાઈ દેસાઈ, બાબાભાઈ દેસાઈ, તથા મોડન હાઇસ્કુલના પ્રિન્સિપાલ સૈયદ સાહેબ તથા હાઇસ્કુલ નો સમગ્ર સ્ટાફ તથા આમંત્રિતો એ વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ગરીબ નવાઝ રીલીફ કમિટીના પ્રમુખ હબીબભાઈ મોદન આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષણને આજે પ્રથમ સ્થાન આપો શિક્ષણ તમોને કાલે પ્રથમ સ્થાન અપાવશે તેમ વિદ્યાર્થી ભાઈ-બહેનો ને જણાવ્યું હતું.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.