બરવાળા તાલુકાની તમામ આંગણવાડી કેંદ્રના 114 વર્કર અને હેલ્પર દ્વારા ઉગ્ર આક્રોશ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, રેલી યોજી થાળી વગાડી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ખાતે થઈ નગરપાલિકા કચેરી સુધી રેલી યોજી બરવાળા નગરપાલિકા પરિસરમાં અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસી ધરણા શરૂ કરવામાં આવ્યા, અનેક વિધ પડતર માંગણીઓ ને લઈ આંગણવાડી કર્મચારી મહિલાઓ આંદોલનના માર્ગે, રેલી અને ધરણા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
બરવાળા તાલુકાની તમામ આંગણવાડી કેન્દ્રોના 57 વર્કર તેમજ 57 હેલ્પરો કુલ 114 મહિલા કર્મચારીઓ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી જે રેલી બરવાળા શહેરના હાઈવે રોડ પર ખોડીયાર મંદિર ખાતેથી બરવાળા મામલતદાર કચેરી ખાતે પહોંચી અને મામલતદારને રજૂઆત કરી હતી અને ત્યારબાદ સમગ્ર બરવાળા શહેરમાં રેલી યોજી બરવાળા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી નગરપાલિકા કચેરીના પરિસરમાં અચોક્કસ મુદતના ધરણા પર બેસી ગયા હતા અને જ્યાં સુધી પડતર માંગણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી, સમગ્ર રેલી અને ધરણા સ્થળ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જ્યારે આંગણવાડી કર્મીઓ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ સારા નહીં હોવાનું તેમજ શિક્ષક સમાન કામ ગણવા તેમજ શિક્ષકો જેમ રજાઓ આપવાની માંગ કરી તેમજ માનદ વેતન પ્રથા બંધ કરી અને પગાર ધોરણ આપવાની માંગ કરી તેમજ વધારાની કામગીરી આપવામાં આવતી હોવાથી તેઓની મૂળભૂત બાળકોની અભ્યાસ જાળવણી તેમજ કુપોષણ અભિયાન સહિતના કાર્યો નહીં થઈ શકતા હોવાનું પણ જણાવ્યું હતું અને અનેકવિધ માંગો ઉચ્ચારી હતી અને પડતર માંગણીઓ પૂર્ણ કરવા ઉગ્ર આક્રોશ સાથે માંગ કરી હતી, સમગ્ર શહેરમાં થાળી વગાડી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી અધિકારીઓને રજૂઆત કરી અને અચોક્કસ મુદતની હડતાળ પર બરવાળા તાલુકાની તમામ આંગણવાડી કર્મચારી મહિલાઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.