જસદણ પો.સ્ટે વિસ્તાર માથી દેશી દારૂ પકડી પાડતી જસદણ પોલીસ - At This Time

જસદણ પો.સ્ટે વિસ્તાર માથી દેશી દારૂ પકડી પાડતી જસદણ પોલીસ


જસદણ પો.સ્ટે વિસ્તાર માથી દેશી દારૂ પકડી પાડતી જસદણ પોલીસ

જસદણ પોલીસ ટાઇમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડને મળેલ હકિકતના આધારે જસદણ પો.સ્ટેના આંબેડકરનગર માં રહેતા પ્રફુલભાઈ ઉર્ફે ઢાળિયો કનુભાઈ પરમાર વાળાનાં પોતાના કબ્જા ભોગવટાના મકાન માથી દેશી દારૂનો જથ્થો પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ જેમાં મુદ્દામાલ :-(૧) દેશી દારૂ ૩૦૦/-લીટર કી રૂપિયા ૬૦૦૦/- કબ્જે કરેલ તેમજ આરોપી પ્રફુલભાઈ ઉર્ફે ઢાળિયો કનુભાઈ પરમાર રહે-જસદણ જે ધરપકડ બાકી છે અને જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે કામ કરનાર (૧) ટી.બીજાની પો.ઈન્સ જસદણ પો.સ્ટે (૨) ભુરાભાઈ હિરાભાઈ એ.એસ.આઈ (૩) મહિપતભાઈ નાથાભાઈ પો.કોન્સ (૪) સંજયભાઈ ધનાભાઈ પો.કોન્સ (૫)અનિલભાઈ રમેશભાઈ પો.કોન્સ કામગીરી કરેલ.

રિપોર્ટ વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.