ઋતિક રોશનની Zomato એડનો વિરોધ, 'મહાકાલ મંદિર'ના પુજારીએ કહ્યું- બીજો સમુદાય હોત તો કંપની ફૂંકી મારેત - At This Time

ઋતિક રોશનની Zomato એડનો વિરોધ, ‘મહાકાલ મંદિર’ના પુજારીએ કહ્યું- બીજો સમુદાય હોત તો કંપની ફૂંકી મારેત


- મહાકાલ મંદિર અન્નક્ષેત્રમાં ભક્તોને થાળીમાં ભોજન પીરસવામાં આવે છે પરંતુ તે થાળીનું ભોજન કોઈ મંગાવે એટલે બહાર ડિલિવર કરવાની કોઈ જોગવાઈ નથીભોપાલ, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની એક એડને મહાકાલ સાથે જોડવાના કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મહાકાલ મંદિરના પુજારીએ તે એડને ભ્રામક ગણાવીને નોનવેજ ભોજન ડિલિવર કરતી કંપનીએ હિંદુઓની લાગણીને ઠેસ પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો. આ સાથે જ તેમણે એડનો વિરોધ કરીને કંપની અને ઋતિક રોશન દ્વારા માફી નહીં માગવામાં આવે તો તેઓ કોર્ટમાં જશે તેમ પણ જણાવ્યું છે. શું છે તે એડહકીકતે ઝોમેટોની નવી એડમાં જે પણ શહેરમાં તે એડ જોવાઈ રહી હોય તે શહેરની કોઈ પ્રખ્યાત રેસ્ટોરા કે સ્થળનું નામ અને ત્યાંની ફેમસ ડીશનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઉજ્જૈનની એડમાં ઋતિક રોશન બોલી રહ્યો છે કે, 'થાલી કા મન કીયા.. ઉજ્જૈનમેં હૈ તો મહાકાલ સે મંગા લીયા..' મતલબ કે થાળી જમવાનું મન થયું તો ઉજ્જૈનમાં છીએ તો મહાકાલ પાસેથી મંગાવી લીધી. મંદિરમાં ફ્રીમાં ભોજનરૂપી પ્રસાદની વ્યવસ્થાહકીકતે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં આવેલા અન્નક્ષેત્રમાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભોજનરૂપી પ્રસાદ ગ્રહણ કરે છે. મંદિર સમિતિ દ્વારા ફ્રીમાં ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે અને શ્રદ્ધાળુઓ સવારના 11:00થી 2:00 વાગ્યા સુધી તથા સાંજે 5:00થી 8:00 વાગ્યા સુધી અન્નક્ષેત્રમાં બેસીને થાળીમાં પીરસાતો પ્રસાદ ગ્રહણ કરી શકે છે. અન્ય સમુદાય હોત તો કંપનીને ફૂંકી મારેતમહાકાલ મંદિરના પુજારીએ જણાવ્યું કે, મહાકાલ મંદિર અન્નક્ષેત્રમાં ભક્તોને થાળીમાં ભોજન પીરસવામાં આવે છે પરંતુ તે થાળીનું ભોજન કોઈ મંગાવે એટલે બહાર ડિલિવર કરવાની કોઈ જોગવાઈ નથી. કંપનીએ પોતાની જાહેરાતમાં મહાકાલ મંદિર માટે ભ્રામક પ્રચાર કર્યો છે. આ પ્રકારની જાહેરાત બનાવતા પહેલા કંપનીએ વિચારવું જોઈએ. હિંદુ સમાજ સહિષ્ણુ છે, તે કદી ઉગ્ર નથી થતો. જો અન્ય કોઈ સમુદાય હોત તો આવી કંપનીમાં આગ લગાવી દેત. ઝોમેટો અમારી લાગણીઓ સાથે આ પ્રકારે રમત ન કરે. મહાકાલ મંદિર વિશે આ પણ જાણોભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં આવેલું છે. તે એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે. ઉજ્જૈનમાં મહાકાલનો વાસ હોવાના કારણે પૌરાણિક સાહિત્યમાં તેનો મહાકાલપુરમ તરીકે પણ ઉલ્લેખ થયેલો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.