...........ABVP ભેસાણ દ્વારા જરૂરિયાતમંદ બાળકોની દિવાળી રંગબેરંગી કરવા સેવા યજ્ઞ કરવામાં આવ્યો.................. - At This Time

………..ABVP ભેસાણ દ્વારા જરૂરિયાતમંદ બાળકોની દિવાળી રંગબેરંગી કરવા સેવા યજ્ઞ કરવામાં આવ્યો………………


...........ABVP ભેસાણ દ્વારા જરૂરિયાતમંદ બાળકોની દિવાળી રંગબેરંગી કરવા સેવા યજ્ઞ કરવામાં આવ્યો..................
ABVP ભેસાણ દ્વારા જરૂરિયાતમંદ બાળકોની સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભેસાણ દ્વારા ABVP ના આયામ સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી સેવા યજ્ઞ કરવામાં આવ્યો. દિવાળી પર્વ દેશના દરેક નાગરિક ઉત્સાહ ભેર ઉજવણી કરી રહ્યા છે ત્યારે ભેસાણ અ. ભા. વી. પ. દ્વારા તાલુકાના છેવાળાના વિસ્તાર સુધી ABVP ભેસાણ ના કાર્યકર્તાઓ પહોંચી સેવા યજ્ઞ કરી માનવતાના દીપ દરેકના દિલમાં પ્રગટાવવા ની કોશિષ કરી હતી. "ચલો દીપ જલાયે વહાં, જહાં આજ ભી હે અંધેરા." વાક્ય ને સાર્થક કરવા માટે તેમજ આ જરૂરિયાતમંદ બાળકોની દીપાવલી રંગબેરંગી કરવા નો પ્રયાસ કર્યો હતો. આર્થિક પછાત ઝૂપડપટ્ટી ના બાળકોને મીઠાઈ, ફટાકડા તેમજ નાસ્તો આપી આ દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સેવાકીય કાર્ય દરમિયાન ABVP જૂનાગઢ જીલ્લા સંયોજક જેનીશભાઈ ભાયાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા યજ્ઞમા ABVP નગર મંત્રી સગરભાઈ વઘાસિયા,
સહમંત્રી ભાર્ગવભાઈ વઘાસિયા,
સહમંત્રી યશભાઈ ભૂત,
SFD સંયોજક હાર્દિકભાઈ આસોદરીયા,
કારોબારી સદસ્ય મહિપલભાઈ હુદડ સહીત ABVP ભેસાણ ની સમગ્ર ટીમ હાજર રહી આ સેવા યજ્ઞને વેગ આપ્યો હતો. તેમજ આ દિવાળી પર્વ દરેક જરૂરિયાતમંદ બાળકો માટે રંગબેરંગી બને તેવો પ્રયાસ કર્યો હતો.... રિપોર્ટ બાય પંકજ વેગડા ચુડા
.... 9974629423


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.