.......રોબિન હુડ આર્મી ગ્રુપ ભેંસાણ દ્વારા અતિ પછાત અને જરૂરિયાતમંદ પરિવારોને આપી દિવાળીની ભેટ.......... - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/nofipk4e7i5z2wdd/" left="-10"]

…….રોબિન હુડ આર્મી ગ્રુપ ભેંસાણ દ્વારા અતિ પછાત અને જરૂરિયાતમંદ પરિવારોને આપી દિવાળીની ભેટ……….


.......રોબિન હુડ આર્મી ગ્રુપ ભેંસાણ દ્વારા અતિ પછાત અને જરૂરિયાતમંદ પરિવારોને આપી દિવાળીની ભેટ.......... દિવાળી ના પવિત્ર અવસર પર ભેંસાણ તાલુકાના અતિ જરૂરિયાત મંદ,શ્રમિક, નિરાધાર પરિવાર તથા વૃદ્ધ માતાઓને મીઠાઈની કીટનું વિતરણ...કરી આવા પરિવાર સાથે લાગણી સભર દીપોત્સવની ઉજવણી કરેલ હતી જ્યારે સમગ્ર દેશમાં દિવાળીના પર્વ પર હર્ષભેર ઉજવણી કરતો હોય ત્યારે દેશના છેવાળા માણસના કામ ધંધા બંધ હોય તેમજ દિવસના બે સમયનું પેટ ભરવું પણ મુશ્કેલ હોય ત્યારે આવા અતિ જરૂરિયાત મંદ પરિવારોના વહારે આવી દિવાળી ઉજવવાનો પ્રયાસ રોબિન હુડ આર્મી ગ્રુપ ભેંસાણ દ્વારા કરવામાં આવેલ હતો આ સેવામાં ગ્રુપના સંચાલક નિતીનભાઈ જોષી, અશ્વિનભાઈ ભુવા,અમિતભાઈ વેગડા,જગદીશભાઈ રવિયા,રઝાકભાઈ તરખેચા એ ભેંસાણ તાલુકાના છેવાડાના ગામડાઓમાં ઘરે ઘરે જઈને મીઠાઈના કીટનું વિતરણ કરી ચહેરા પર સ્મિત લાવી દિવાળીની હર્ષભેર ઉજવણી કરી અને દિવાળી પર્વ તેમજ નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છા પાઠવી હતી.. રિપોર્ટ બાય.....પંકજ વેગડા ચુડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]