શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ખાતે ત્રિદિવસીય ફ્રી સમર કેમ્પનું આજે તા-18-4-24 ના રોજ થી 20/4/2024 સુધી વિવિધ પ્રવૃતિઓ જેમ કે ,ચિત્ર, યોગા, કરાટે , કથક અને વિવિધ રમતોનો કેમ્પ આચાર્યશ્રી ફાધરવિનોદ દ્રારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. - At This Time

શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સિહોર ખાતે ત્રિદિવસીય ફ્રી સમર કેમ્પનું આજે તા-18-4-24 ના રોજ થી 20/4/2024 સુધી વિવિધ પ્રવૃતિઓ જેમ કે ,ચિત્ર, યોગા, કરાટે , કથક અને વિવિધ રમતોનો કેમ્પ આચાર્યશ્રી ફાધરવિનોદ દ્રારા કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.


કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ ઇન્ચાર્જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને રૂપરેખા આપી. પ્રવૃત્તિઓ વિશે માહિતી , જાણકારી આપી કાર્યક્રમને ખુલ્લો જાહેર કરી પ્રવૃત્તિઓની શુભ શરૂઆત કરવામાં આવી.જેમા સમગ્ર શિહોરના વિવિધ શાળાઓના બાળકો સંયુક્ત ઉપક્રમે નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ અને રમતોની હરીફાઈઓ જેમા ચિત્ર,કથ્થક,માટીકામ,ચેસ,રીગણાશોધ,રંગપુરણી, ક્રિકેટ, સાયન્સ પ્રોજેક્ટ, કરાટે,મહેદી , હેર સ્ટાઈલ ,દોડ , કુદ, ચક્ર ફેંક, સંગીતખુરશી, વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે . શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ મેરી હાઇસ્કુલ સિહોર તેમજ આશ્રમશાળા ત્રણેય સ્કૂલના પણ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. સુરત, અમદાવાદ,ભાવનગર થી વેકેશન કરવા આવેલા વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લઈ આ સમર કેમ્પની શોભા માં વધારો કરેલ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં 450 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
વિદ્યાર્થીઓને ખુબ જ આનંદ થયો હતો.વિદ્યાર્થીઓએ જે રમતમાં ભાગ લીધો હતો તેના પ્રમાણપત્રો તથા શિલ્ડ આપવામાં આવ્યા હતા.ફ્રી કેમ્પમાં ફ્રી બસ સુવિધા સંસ્થા દ્વારા પુરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ફાધર વિનોદ સેન્ટ મેરી હાઇસ્કુલ શિહોર ના આચાર્યશ્રી ફાધર સીજુ, આશ્રમશાળા ના આચાર્યશ્રી જયસિગ સર તથા તમામ શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા shihor🚗


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.