રાજકોટમાં રાહુલગાંધીની સભામાં દાઉદી વ્હોરા બહેનો ઉમટી પડી - At This Time

રાજકોટમાં રાહુલગાંધીની સભામાં દાઉદી વ્હોરા બહેનો ઉમટી પડી


રાજકોટમાં રાહુલગાંધીની સભામાં દાઉદી વ્હોરા બહેનો ઉમટી પડી

ગુજરાતભરમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી લઈને નેતાઓ અને નેતીઓ પોતાનાં પક્ષનો પ્રચાર પ્રસારમાં કાર્યરત છે ઉમેદવારો જંગ સફળ બને તે અંગે લખલૂટ વહાવી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં રવિવારે સભાઓ ગજવી ગયાં અને હજું આવવાનાં છે ત્યારે આજે રાહુલગાંધી રાજકોટમાં શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધી હતી જેમાં શાંતિદૂત તરીકે જાણીતા દાઉદી વ્હોરા સમાજની બહેનો બહોળી સંખ્યામાં જોડાય હતી તેમણે જણાવ્યું હતું કે લોકો મોંઘવારી અને બેરોજગારી રીતસરના ત્રાસી ગયાં છે ભાજપએ આટલાં વર્ષોમાં લોકોનું જીવન એક ખરાં અર્થમાં દુઃખદાયક બનાવી નાખ્યું છે બજારમા જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદ કરવાં જઈએ છીએ ત્યારે બે હજારની નોટનું કંઈ આવતું નથી જ્યારે સામે છેડે બે હજાર રૂપિયાની કમાણી પણ થતી નથી ત્યારે જીવનગુજારો કરવાનું દુષ્કર બની રહ્યું છે કૉંગ્રેસના બહેનોએ જણાવ્યું હતું કે એક બાજુ સરકાર વિવિઘ ટેક્સ ઉઘરાવે છે બીજી બાજું જ્ઞાતિ જાતિના વિવિઘ વેરાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે ગુજરાતભરના ગરીબો મોંઘવારી, બેરોજગારી અને વિવિઘ વેરાઓથી ગરીબો વધું ગરીબો બની રહ્યાં છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.