STEM quiz 3.0 ગ્રાન્ડ ફિનાલે સ્પર્ધામાં અરવલ્લીના બાળકો ઝળહળયા. - At This Time

STEM quiz 3.0 ગ્રાન્ડ ફિનાલે સ્પર્ધામાં અરવલ્લીના બાળકો ઝળહળયા.


ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ક્વિઝ કોમ્પિટિશન બે કરોડના ઇનામની ક્વીઝ સાયન્સ સીટી ખાતે યોજાઇ. ભારત ભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો તેમાં અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ જળહળ્યા.

તાલુકા વાઇસ ટોપ 4 વિદ્યાર્થીઓને ટેબલેટ, થ્રીડી પ્રિન્ટર, AI કીટ,ટેલિસ્કોપ તમામ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયા. તેમાં પ્રથમ 100 વિદ્યાર્થીઓને ડ્રોન ઇનામ સ્વરૂપે પ્રાપ્ત થયા આ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ટૂર પણ આગામી દિવસોમાં આપવામાં આવશે મુખ્ય મહેમાન તરીકે રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈના હસ્તે બાળકોને ઇનામ આપવામાં આવ્યા.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા.

તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ગ્રાન્ડ ફિનાલે યોજાઇ.અરવલ્લીના છ બાળકો ટોપ 100 માં આવ્યા તેમજ ઉપરોક્ત ઇનામ પ્રાપ્ત કરવા બદલ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી સુભાષભાઈ શાહ, ડૉ.સંજયભાઈ વેદિયાએ શુભેચ્છાઓ પાઠવી ખૂબ અભિનંદન પાઠવે છે.


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image