વાલિયા : ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા શ્રી રંગ નવચેતન હાઇસ્કુલ વાલીયા ખાતે ‘એક પેડ માં કે નામ' કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કર્યું. - At This Time

વાલિયા : ધારાસભ્ય રિતેશ વસાવા દ્વારા શ્રી રંગ નવચેતન હાઇસ્કુલ વાલીયા ખાતે ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણ કર્યું.


બ્રિજેશકુમાર પટેલ,
ભરૂચ જિલ્લા - બ્યુરો ચીફ,

વાલિયા : સામાજિક વનીકરણ વિભાગ વાલિયા દ્વારા વન મહોત્સવ ની ઉજવણીના ભાગ રૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શ્રી રંગ નવચેતન હાઇસ્કુલ વાલીયા ખાતે ધારાસભ્ય રિતેશ વસાવા અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણનો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના સાથે પોતાનું પ્રિયજન માતાની યાદમાં એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા સુખદ હેતુ સાથે શ્રી રંગ નવચેતન હાઇસ્કુલ વાલીયા ખાતે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા પટાંગણમાં ૫૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વૃક્ષરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ સીતાબેન વસાવા, કારોબારી અધ્યક્ષ અધ્યક્ષ કિરણભાઈ, તાલુકા વિકાસ અધિકારી, વાલિયા ફોરેસ્ટ ઓફિસર એમ.એમ.ગોહિલ, હાઈસ્કુલના વિદ્યાર્થીઓ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.