આજરોજ બરવાળા માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની હરાજીની શરૂઆત થઈ
આ ઉદઘાટન સભામાં ભીમનાથ મંદિરના મહંત શ્રી આશુતોષગીરીજી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પૂજ્ય ઘનશ્યામ પ્રિય સ્વામી શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર પૂજ્ય મુનીસ્વામી મંગલપુર મેલડી માતા મંદિર મહંત મનોહર ભારતી બાપુ વગેરે સંતો ઉપસ્થિત રહી આગામી દિવસોમાં આ યાર્ડ દ્વારા ખેડૂતો સારા ભાવ મેળવે સુખી સંપન્ન થાય એવાઆશીર્વાદ આપ્યા. આ તકે બોટાદ એપીએમસી ચેરમેન જીવરાજભાઈ પટેલ સેક્રેટરી અનકભાઈ હાજર રહ્યા. બરવાળા એપીએમસી ચેરમેન ભાવિકભાઈ ખાચર તથા સૌ ડિરેક્ટરોએ મંચસ્થ મહાનુભાવો અને સંતો તથા ખેડૂતોના સન્માન કર્યા. 50 જેટલા વાહનો પ્રથમ દિવસે કપાસની હરાજીમાં આવ્યા અને 20 જેટલા વેપારીઓની હાજરીમાં 1820 થી લઈ 1901 સુધીના ભાવ આવ્યા.. વર્ષોથી બંધ યાર્ડ શરૂ થતા સૌ ખેડૂત, સહકારી આગેવાનો તેમજ બરવાળા નાગરિકોમાં આનંદની લાગણી પ્રસરી
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.