કોડીનારમાં રાવણ દહન મેદાન તેમજ દરિયા કિનારાના વિસ્તારોની થઈ સફાઈ - ‘સ્વચ્છતા હી સેવા’નો મંત્ર સાકાર કરી ધાર્મિક સ્થળ તેમજ મુખ્ય રસ્તાઓની પણ થઈ સફાઈ - At This Time

કોડીનારમાં રાવણ દહન મેદાન તેમજ દરિયા કિનારાના વિસ્તારોની થઈ સફાઈ ———– ‘સ્વચ્છતા હી સેવા’નો મંત્ર સાકાર કરી ધાર્મિક સ્થળ તેમજ મુખ્ય રસ્તાઓની પણ થઈ સફાઈ


કોડીનારમાં રાવણ દહન મેદાન તેમજ દરિયા કિનારાના વિસ્તારોની થઈ સફાઈ
-----------
‘સ્વચ્છતા હી સેવા’નો મંત્ર સાકાર કરી ધાર્મિક સ્થળ તેમજ મુખ્ય રસ્તાઓની પણ થઈ સફાઈ
-----------
કોડીનારના શહેરીજનોને સ્વચ્છતા અભિયાનમાં વધુને વધુ ભાગ લેવા ચીફ ઓફિસરશ્રીની અપીલ
-----------
ગીર સોમનાથ, તા.૨૩: ગીર સોમનાથના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સફાઈ ઝૂંબેશ વેગવંતી બની છે. જિલ્લા કલેક્ટર શ્રી એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ કોડીનાર, ઉના, તાલાળા, સુત્રાપાડા, ગીરગઢડા તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં પણ લોકભાગીદારીથી સફાઈ અભિયાન અવિરત ચાલુ છે. સ્વચ્છતા અભિયાનના ઉપક્રમે કોડીનાર તાલુકાના છારા ગામે દરિયા કિનારે આવેલ ધાર્મિક સ્થળની સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ ઉપરાંત “સ્વચ્છતા હી સેવા” સફાઇ અભિયાન હેઠળ કોડીનાર નગરપાલિકા દ્વારા દશેરા નિમિત્તે રાવણ દહન મેદાન તથા શહેરના મુખ્ય રસ્તાઓની સફાઇ કરવા માટે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોડીનાર શહેરના સફાઇ કર્મચારીઓ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ દ્વારા રાવણ દહન મેદાનમાં રહેલો તમામ કચરો એકત્રિત કરાયો હતો અને નગરપાલિકા દ્વારા વૈજ્ઞાનિક ઢબે તેનો નિકાલ કરાશે.
કોડીનાર નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વિનોદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જો આપણું આંગણું સ્વચ્છ હશે તો ગામ અને શહેર સ્વચ્છ રહેશે અને સ્વચ્છ શહેરથી લઈ સ્વચ્છ ભારત સુધીની સફર નક્કી થશે. સ્વચ્છતા અભિયાનમાં લોકભાગીદારી અનિવાર્ય છે. ઘર હોય કે મંદિર, રેલવે સ્ટેશનથી લઈ બસ સ્ટેશન અને તમામ જાહેર સ્થળોએ પણ સ્વચ્છતામાં લોકોનું યોગદાન બહુમૂલ્ય છે. આમ કહી તેમણે સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વધુને વધુ ભાગ લેવા કોડીનારના શહેરીજનોને અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.