વિકાસ સપ્તાહ અંતર્ગત રામમંદિર ઓડિટોરિયમ ખાતે ‘કલ કે કલાકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો - At This Time

વિકાસ સપ્તાહ અંતર્ગત રામમંદિર ઓડિટોરિયમ ખાતે ‘કલ કે કલાકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


વિકાસ સપ્તાહ અંતર્ગત રામમંદિર ઓડિટોરિયમ ખાતે ‘કલ કે કલાકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
---------------
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત ગરબા પર કલાકારોએ મનમોહક પ્રસ્તૂતી રજૂ કરી
---------------
શાસ્ત્રીય નૃત્ય થકી કલાકારોએ પ્રાચીન-અર્વાચીન ગરબા રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા
---------------
ગીર સોમનાથ તા.૧૪: રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતુત્વના ૨૩ વર્ષથી અવિરત વિકાસ યાત્રાની સફળતાની ગાથાને જનજનમાં ઉજાગર કરવા માટે ઠેર ઠેર "વિકાસ સપ્તાહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા “વિકાસ સપ્તાહ” ઉજવણી અન્વયે સોમનાથ મંદિર પાસે આવેલા શ્રી રામ ઓડીટોરીયલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘કલ કે કલાકાર’ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની નામાંકિત નૃત્યાંગનાઓ દ્વારા શિવ તાંડવ, મોડેલ સ્કૂલ ઇણાજની વિદ્યાર્થિનીઓ દ્વારા "રાણો અચિંધો રાજ્મે ભેણું" ગીત પર કચ્છી રાસ, તાલાલા તાલુકાના શિક્ષીકા બહેનોના ભગવતી ગ્રુપ દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રાચીન મૂલ્યો આધારિત 'સોના વાટકડી' પ્રાચીન ગરબા રજૂ કરવામાં આવ્યા હતા.

ઉપરાંત શ્રી સરદાર વલ્લભભાઈ અધ્યાયન મંદિરની વિદ્યાર્થિનીઓ દ્વારા દુલાભાયા કાગ લિખિત "મન મોર બની થનગનાટ કરે" ગીત પર મનમોહક નૃત્ય રજૂ કર્યુ હતું. કાર્યક્રમના અંતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લિખિત 'આવતી કળાઈ' ગરબા પર પ્રાચીન-અર્વાચીન ફ્યૂઝન ગરબા રજૂ કરી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દિપક નિમાવતે કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નાયબ કલેક્ટર-૧ શ્રી ભૂમિકા વાટલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અરૂણ રોય, યુવા વિકાસ અધિકારી શ્રી હરેશ મકવાણા, જિલ્લા રમત અધિકારી શ્રી કાનજી ભાલિયા સહિત શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.