ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વિના મૂએ ફૂલછોડ તથા વૃક્ષના રોપાનું વિતરણ કરાયું
(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ જુલાઈ ૨૦૨૨, પર્યાવરણની જાળવણી અને પર્યાવરણ માટેની જાગૃતિના ભાગરૂપે શ્રી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવવા માટેના વધુને વધુ પ્રયત્ન કરવામાં આવે અને વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે છેલ્લા ૧૮ વર્ષથી કામ કરી રહી છે.
ઉપલેટામાં દૂધ ઉત્પાદક મંડળી દ્વારા આ વર્ષે ૨૦ જેટલા અલગ-અલગ પ્રકારના ફૂલ છોડ તથા વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦૦ જેટલા રોપાઓનું લોકોને વિનામૂલ્યે વિતરણ મંડળીના પશુ આહાર કેન્દ્ર પરથી કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ઘેરવડા, મિશન અભિમન્યુ ટીમના વિજયભાઈ મારૂ, એડવોકેટ હરસુખભાઈ સોજીત્રા, સામાજિક કાર્યકર્તા ભગવાનદાસ બાપુ નિરંજની, દૂધ મંડળીના વ્યવસ્થાપક સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
આ રોપા વિતરણ કાર્યક્રમ અંગે મંડળીના પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પર્યાવરણ સંતુલન બગડતું નજરે પડે છે ત્યારે લોકોએ ગરમી અને ગ્લોબલ વોર્મિંગથી બચવા અને વરસાદને આકર્ષણ માટે વૃક્ષો વાવી તેમનું જતન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. આ સાથે જ વધુમાં તેમને જણાવ્યું હતું કે કોરોના કાળની અંદર ઓક્સિજનની થયેલ કમીને યાદ કરતા જણાવ્યું હતું કે વૃક્ષોથી ઓક્સિજનની પર્યાવરણ અને વાતાવરણમાં માત્રા જળવાઈ રહે છે ત્યારે લોકોએ પણ વૃક્ષ અને પર્યાવરણની જાળવણી કરવી જોઈએ તેવું જણાવ્યું હતું. આ તકે દૂધ મંડળીના મંત્રી દિનેશભાઈ કંટારીયા અને સ્ટાફ દ્વારા રોપાઓ અર્પણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લોકોએ આ વિનામૂલ્ય રોપ વિતરણ કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.