ભાભર પી. એસ.આઈ વિદાય સમારંભ યોજાયો - At This Time

ભાભર પી. એસ.આઈ વિદાય સમારંભ યોજાયો


ભાભર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ હરેશભાઈ જોષીની બદલી થતાં વિદાય સન્માન સમારંભ યોજાયો હતો...

ભાભર પોલીસ સ્ટેશનમાં ૧ વર્ષ થી ફરજ બજાવતા પીએસઆઇ હરેશભાઈ જોષી ની બદલી તાજેતરમાં ભાભર પોલીસ સ્ટેશનથી પાલનપુર ખાતે થતાં તા.૮ જુલાઈના રોજ ભાભર પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં વિદાય સન્માન સમારંભ યોજાયો હતો જેમાં ભાભર નગરજનો સહિત અલગ અલગ સમાજ તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો, બ્રહ્મ સમાજના આગેવાનો, યુવાનો, ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, સરપંચો, ભાભર પોલીસ પરીવાર, પત્રકારો મિત્રો, સગાંસંબંધીઓ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી મોમેન્ટો ભેટો આપી સન્માન સાથે વિદાય આપવા આવી હતી.આ પ્રસંગે ભાભર પીએસઆઇ હરેશભાઈ જોષી ની ૧ વર્ષની ફરજ દરમ્યાન સારી કામગીરી અને ગુન્હાઓનુ ડીટેકસન તથા રહસ્યમય રીતે થયેલ ખૂનનો ભેદ ઉકેલવા જેવી કામગીરીને લઇ ગર્વ એવોર્ડથી પણ સન્માનિત કરાઇ તેમની કામગીરી ને બિરદાવી હતી. આ પ્રસંગે પૂર્વ પાલિકા પ્રમુખ હરીભાઇ આચાર્ય, વાધજીભાઈ દેસાઈએ પીએસઆઇ હરેશભાઈ જોષીને તેઓ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત સૌનો પીએસઆઇ હરેશભાઈ જોષી એ આભાર વ્યક્ત કર્યો હતો. આમ એક પોલીસ કર્મીને માન સન્માન સાથે વિદાય આપવામાં આવી તે સૌઉને સાથે રાખી કાયદાનાદાયરામા રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામા સફળતા મેળવી છે.
----------------------------------
અહેવાલ-પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon