આજે GUJCETની પરીક્ષા: હિંમતનગરમાં 17 બિલ્ડીંગના 162 બ્લોકમાં GUJCET પરીક્ષા CCTV હેઠળ લેવાશે, વિદ્યાર્થીઓનો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ શરૂ કરાયો - At This Time

આજે GUJCETની પરીક્ષા: હિંમતનગરમાં 17 બિલ્ડીંગના 162 બ્લોકમાં GUJCET પરીક્ષા CCTV હેઠળ લેવાશે, વિદ્યાર્થીઓનો પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ શરૂ કરાયો


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે 17 બિલ્ડીંગમાં GUJCETની પરીક્ષા

લેવાશે. જેને લઈને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધાર્થીઓનો કેન્દ્રો પર પ્રવેશ

શરૂ કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન અલગ અલગ વિષયના પરીક્ષા લેવાશે.

આ અંગેની વિગત એવી છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ

ગાંધીનગર દ્વારા રવિવારે ગુજકેટ પરીક્ષા-2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ

પરીક્ષામાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 3202 વિધાર્થીઓ હિંમતનગરમાં 17 બિલ્ડીંગના

162 બ્લોકમાં પરીક્ષા આપશે. તો CCTV કેમેરાની નજર હેઠળ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

વચ્ચે બે સેશનમાં પરીક્ષા લેવાશે. હિંમતનગરમાં 17 બિલ્ડીંગમાં ગુજકેટની પરીક્ષા

આપવા વિધાર્થીઓને કેન્દ્રમાં પ્રવેશ આપવાનો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ચેકિંગ

કરીને બ્લોકમાં પ્રવેશ અપાશે. જ્યાં પરીક્ષા પ્રક્રિયાની કામગીરી હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.