વડોદરા: કાના બિલ્ડર્સના ભાગીદાર નવલ ઠક્કર સામે બળાત્કારની ફરિયાદ - At This Time

વડોદરા: કાના બિલ્ડર્સના ભાગીદાર નવલ ઠક્કર સામે બળાત્કારની ફરિયાદ


વડોદરા,તા.29 જુલાઈ 2022,શુક્રવારએક જ સમાજમાં હોવાથી પરિચયમાં આવ્યા બાદ ૪૦ વર્ષના પુરુષે કોલેજમાં ભણતી ૧૯ વર્ષની યુવતીને પ્રેમના જાળમાં ફસાવી તથા લગ્નની લાલચ આપી છેલ્લા એક વર્ષમાં અનેકવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવ મામલે યુવતીના પિતાએ વોટ્સએપ ચેટમાં વિગતો જાણતા આખરે પિતાએ દુષ્કર્મ ગુજારનાર કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.ઇલોરાપાર્કમાં રહેતો અને કાના બિલ્ડર્સ ના ભાગીદાર નવલ ઠક્કર કન્સ્ટ્રક્શનના વેપાર સાથે સંકળાયેલો છે. તેવી જ રીતે તે સમાજમાં આગળ પડતી કામગીરી કરતો હોવાથી આ જ સમાજની ૧૯ વર્ષીય યુવતીના પરિચયમાં આવ્યો હતો. સમાજના પ્રસંગો તથા અન્ય કામગીરી દરમિયાન અવારનવાર મુલાકાત થતા ૪૦ વર્ષીય ઠક્કરનો ૧૯ વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે ચાલી રહેલા પ્રેમ પ્રકરણમાં આરોપીએ અનેક વખત અલગ અલગ જગ્યાએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. દરમિયાન ધોરણ ૧૨ પાસ કરી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીના પિતાએ યુગાનુંયોગ યુવતીનો મોબાઇલ ચેક કરતા તેમાં નવલ ઠક્કરના આઇ લવ યુ સહિતના ચેટવાળા મેસેજ મળી આવ્યા હતા. જેથી પિતાએ આ અંગે પુત્રીની પૂછપરછ કરી હતી. જેમાં આરોપી ઠક્કરને એક સંતાન હોવા છતાં અને પોતે પરિણીત હોવા છતાં પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચે છેલ્લા એક વર્ષથી તેની સાથે દુષ્કર્મ ગુજારતો હોવાની બાબત જણાવી હતી. સમગ્ર મામલે પિતાએ જેપી રોડ પોલીસ મથકમાં આરોપી કન્સ્ટ્રક્શનના વેપારી વિરુદ્ધ દુષકર્મનો ગુનો દાખલ કરાવતા પોલીસે આરોપીના ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે 19 વર્ષે યુવતીના મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી છે. પોલીસે આરોપીના ઘરે જઈ તપાસ કરતા તે મળી આવ્યો ન હતો અને પોતાના ઘરેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.