રીફાઈનરીના વિકરાળ રીએક્ટર થરાદ પાસે અટકી પડ્યા - At This Time

રીફાઈનરીના વિકરાળ રીએક્ટર થરાદ પાસે અટકી પડ્યા


- એક ૭૬૦ ટનનું અને બીજું ૧૧૪૮ ટનનું રીએક્ટર નર્મદા કેનાલ ક્રોસ કરે એ માટે યુદ્ધના ધોરણે કામગીરીથરાદ તા. 16 ઓગષ્ટ 2022,મંગળવારછેલ્લા ૨૦ દિવસથી રાજસ્થાનના બાડમેર ખાતે ક્રુડ રીફાઇનરીના બે રીએક્ટર અટકી પડ્યા છે. થરાદ નજીક નર્મદા કેનાલ ક્રોસ કરવા માટે લોજીસ્ટીક સંભાળતી આ કંપનીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના મુન્દ્રાથી બાડમેર સુધીના ૪૮૨ કિલોમીટરના માર્ગમાં આ રીએક્ટર લઇ જતા વિકરાળ વાહનો થરાદ અને વાવ વચ્ચે આવી અટકી પડ્યા છે. નર્મદા કેનાલ ઉપર નવો પુલ બનાવ્યા વગર આ વાહનો આગળ વધી શકે એમ નથી. એક વાહન ૩૫૨ ટાયર સાથે ૭૬૦ ટન અને બીજું ૪૪૮ ટાયર સાથે ૧૧૪૮ ટન વજન ધરાવતા આ રીએક્ટરનું વહન કરી રહ્યા છે. કેનાલ ઉપર પુલ નહી હોવાથી યુદ્ધના ધોરણે છેલ્લા ૧૨ દિવસથી અહી લોખંડનો પુલ બનાવવામાં આવી રહ્યો છે. લગભગ ૩૦૦ ટન વજનનો આ પુલ બન્ને વાહનોને કેનાલ પાર કરવામાં મદદ કરશે. આ પુલ બનાવવા માટે નર્મદા કેનાલમાં અત્યારે પાણી બંધ કરવની પણ ફરજ પડી છે જેથી ઈજનેરો કામગીરી કરી શકે. જોકે, સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું પુલ તૈયાર થઇ ગયો છે પણ રિફાઇનરી રીએક્ટર ભારે વજન ધરાવતા હોવાના કારણે વરસાદના લીધે જમીનમાં ધસી રહ્યા છે અને વજનના કારણે તે આગળ વધી રહ્યા નથી. એ માટે નર્મદા કેનાલની બંને સાઈડો તોડવામાં આવી છે. બુધવારે સાંજે કેનાલની એક સાઇડ કમ્પલેટ કર્યા બાદ બીજી સાઈડ રસ્તો બનાવવાની તજવીજ પૂરજોશમાં ચાલી રહી હતી. આ અંગે સિવિલ હેડ સુરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ‘પુલ અને બંને સાઈડના રસ્તાની કામગીરી લગભગ પુર્ણતાના આરે છે. જો એક્સલ કેનાલ સુધી આવવામાં સક્ષમ હશે તો 11 ઓગષ્ટ એટલે કે ગુરૂવારના રોજ બંને રિએક્ટર કેનાલ ક્રોસ કરાવી દેવામાં આવશે અથવા તો પછી શુક્રવાર પણ થઇ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.