'હર ઘર તિરંગો': રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ- દેશદ્રોહીઓએ 52 વર્ષ સુધી તિરંગો કેમ ન ફરકાવ્યો - At This Time

‘હર ઘર તિરંગો’: રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યુ- દેશદ્રોહીઓએ 52 વર્ષ સુધી તિરંગો કેમ ન ફરકાવ્યો


- રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારાઓને દેશદ્રોહી સંગઠન ગણાવ્યા છેનવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ 2022, ગુરૂવારદેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 15 ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરને ખાસ બનાવવા માટે સરકાર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ખાસ આયોજન કરાઈ રહ્યુ છે. મોદી સરકારના 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. આ અભિયાન માટે ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસે આ કાર્યક્રમથી દૂરી બનાવી લીધી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર 'હર ઘર તિરંગા' અભિયાન ચલાવનારાઓને દેશદ્રોહી સંગઠન ગણાવ્યા છે.રાહુલ ગાંધીએ કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગમાં તિરંગા સાથેની તસવીરો ટ્વીટ કરીને લખ્યું હતું કે, કર્ણાટક ખાદી ગ્રામોદ્યોગના તમામ સાથીઓને મળીને ખૂબ જ આનંદ થયો. ઈતિહાસ સાક્ષી છે કે, 'હર ઘર તિરંગો' આભિયાન ચલાવનારા દેશદ્રોહી સંગઠનમાંથી બહાર આવ્યા છે. તેમણે 52 વર્ષ સુધી તિરંગો નહોતો લહેરાવ્યો. આઝાદીની લડાઈથી તેઓ કોંગ્રેસ પાર્ટીને રોકી શક્યા નથી અને આજે પણ નહીં રોકી શકે.- વિપક્ષના સાંસદે બાઈક રેલીમાં ભાગ નહોતો લીધો 'હર ઘર તિરંગા' અભિયાનને લઈને બુધવારે ભાજપ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સરકારના અનેક મોટા મંત્રીઓએ ભાગ લીધો હતો પરંતુ રેલીને લઈને રાજકારણ તેજ બન્યું છે જ્યારે આ રેલીમાં કોઈ વિપક્ષી નેતા સામેલ નહોતા થયા. આ અંગે કેન્દ્ર સરકારનું કહેવું છે કે, અમે આ રેલીમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના સાંસદોને ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું પરંતુ વિપક્ષના એક પણ નેતાએ હાજરી નહોતી આપી. સરકારે કહ્યું છે કે, તિરંગો આખા દેશનો છે તો તેમાં રાજનીતિ કરવી ક્યાં સુધી યોગ્ય છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.