ગાંધી-પટેલની પાવન ભૂમિ પર આ ઝેર કોણ ફેલાવી રહ્યું છે?: રાહુલ ગાંધી આક્રમક - At This Time

ગાંધી-પટેલની પાવન ભૂમિ પર આ ઝેર કોણ ફેલાવી રહ્યું છે?: રાહુલ ગાંધી આક્રમક


- કોંગ્રેસનું વલણ જોતા તે આગામી વિધાનસભા ચૂંટણીમાં ડ્રગના કારોબારને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવશે તેમ જણાઈ રહ્યું છેનવી દિલ્હી, તા. 22 ઓગષ્ટ 2022, સોમવારછેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજકીય ઘટનાક્રમ ઉપરાંત ડ્રગ માફિયાઓના કારણે પણ ચર્ચામાં છે. રાજ્યમાં ડ્રગ અને નશાના કારોબારની સીધી અસર સામાન્ય જનતા પર જોવા મળી રહી છે. રાજ્યમાં વધી રહેલા ડ્રગ અને નશાના કારોબાર મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ પણ વાંચોઃ સુપ્રિયા શ્રીનેતે ગુજરાતના ગલ્લાઓ પર મળતો 'ગોગો' બતાવીને હર્ષ સંઘવીનું રાજીનામુ માંગ્યુંરાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાન પર નિશાન સાધીને તેઓ આ અંગે મૌન કેમ છે તેવો સવાલ કર્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધીએ કેન્દ્ર અને ગુજરાત સરકારમાં બેસેલા કયા લોકો ડ્રગ માફિયાઓને સંરક્ષણ આપી રહ્યા છે તેવો પણ સવાલ કર્યો હતો. કોંગ્રેસનું વલણ જોતા તે આગામી વિધાનસભા ચૂંટણીમાં ડ્રગના કારોબારને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવશે તેમ જણાઈ રહ્યું છે. 
રાહુલ ગાંધીના 4 સવાલો-રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ગુજરાતમાં ‘Ease of doing Drug business’? પ્રધાનમંત્રીજી આ સવાલોના જવાબ આપો. 1. ગુજરાતમાં હજારો કરોડનું ડ્રગ્સ પહોંચી રહ્યું છે, ગાંધી-પટેલની પાવન ભૂમિ પર આ ઝેર કોણ ફેલાવી રહ્યું છે?2. વારંવાર ડ્રગ્સ મળવા છતાં પણ પોર્ટના માલિકની હજુ સુધી કોઈ પુછપરછ શા માટે નથી થઈ?3. ગુજરાતમાં ડ્રગ કાર્ટેલ ચલાવી રહેલા 'Narcos'ને NCB તથા અન્ય સરકારી એજન્સીઓ હજુ સુધી શા માટે નથી પકડી શક્યા?4. કેન્દ્ર અને ગુજરાતની સરકારમાં બેઠેલા એવા કયા લોકો છે જે માફિયા 'મિત્રો'ને સંરક્ષણ આપી રહ્યા છે?બાદમાં લખ્યું હતું કે, 'પ્રધાનમંત્રીજી ક્યાં સુધી મૌન રહેશો, જવાબ તો આપવો જ પડશે.'ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને ગુજરાત પોલીસે તાજેતરમાં જ દરોડો પાડીને વડોદરા ખાતેથી 200 કિલોથી વધારે મેફેડ્રોન અને અંકલેશ્વર ખાતેથી 513 કિગ્રા મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પકડાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત 3,000 કરોડ રૂપિયાથી પણ વધારે આંકવામાં આવી છે. આ પણ વાંચોઃ સાવલીમાંથી ઝડપાયેલા રૂ. 1125 કરોડના 225 કિલો MD ડ્રગ્સ કેસમાં ચાર લોકોની ધરપકડરાહુલ ગાંધીએ અગાઉ પણ ડ્રગ મામલે ભાજપ પર નિશાન સાધ્યું હતું. મુંદ્રા પોર્ટ ખાતેથી મળી આવેલા ડ્રગ્સના જથ્થા મામલે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારને ટાર્ગેટ કરીને 'ડબલ એન્જિન સરકારમાં બેસેલા કયા લોકો છે જે સતત ડ્રગ્સ-શરાબ માફિયાઓને સંરક્ષણ આપી રહ્યા છે? શા માટે ગુજરાતના યુવાનોને નશામાં ધકેલવામાં આવી રહ્યા છે?' આ પણ વાંચોઃ ગુજરાતના કેમિકલ કાંડ મામલે રાહુલ ગાંધીનો સવાલ- માફિયાઓને કોણ છાવરે છે?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.