કાગવડ મા ખોડિયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમુહ લગ્નના આયોજન ની તડામાર તૈયારી - At This Time

કાગવડ મા ખોડિયારના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમુહ લગ્નના આયોજન ની તડામાર તૈયારી


તા...12/12/2024

MUKTAR MODAN JETPUR
ATT THIS TIME

વ્રજ ગ્રુપ ગોંડલ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારની દીકરીઓની વહારે આવ્યું છે. કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે સર્વ સમાજની 21 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને વિશાળ ગ્રાઉન્ડમાં મંડપ, ઉતારા, સ્ટેજ, પાર્કિંગ, સહિતની તડામાર તૈયારી કરવામાં આવી રહી છે જેમાં સાવલિયા અને વેકરિયા પરિવાર દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરિયાવર સહિતની જવાબદારીઓ ઉઠાવવામાં આવશે, સતત બીજા વર્ષે માઁ ખોડલના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે, કેટલાક માલેતુજારો દ્વારા લગ્નમાં મોટો ખર્ચ કરવામાં આવે છે. જ્યારે કેટલાક સામાજિક અગ્રણીઓ પોતાના પરિવારજનોના લગ્નમાં લખલૂટ ખર્ચ કરવાને બદલે સમાજના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને મદદરૂપ થવાનું આયોજન કરે છે. એવો જ એક સમૂક લગ્નનો કાર્યક્રમ કાગવડ શ્રી ખોડલધામમાં યોજવા જઈ રહ્યો છે. વ્રજ ગ્રુપ ગોંડલ દ્વારા કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે 21 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. માં ખોડલના સાનિધ્યમાં સર્વ સમાજની 21 દીકરીઓના સમુહ લગ્ન યોજાશે, દર મહિનાની 16 તારીખે પોતાની દીકરીના નામની આજીવન ધ્વજા લખાવી છે. વ્રજ ગ્રુપના ધવલભાઈ સાવલિયાએ કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે દર મહિનાની 16 તારીખે પોતાની દીકરી વાન્યા નામની આજીવન ધ્વજા લખાવી છે. જ્યારે તેમની બીજી દીકરી માન્યાના નામનું દર મહિનાની 26 તારીખે વિરપુર વૃદ્ધાશ્રમના વૃધ્ધોને સાંજે જમાડે છે. ધવલભાઈને માતાજીના સાનિષ્યમાં દીકરીઓના સમૂહ લગ્ન કરવાનો વિચાર આવ્યો હતો. કારણ કે માતાજીના સાનિધ્યમાં દીકરીઓને સાસરે વળાવી એ એક આશીર્વાદ રૂપ છે. આગામી તારીખ 15 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે. રવિવારના બપોરે 1.00 કલાકે જાન આગમન થશે. બપોરે 2. 00 કલાકે ભવ્ય વરઘોડો નીકળો જ્યારે સાંજે 6.00 કલાકે 21 દીકરીઓના હસ્ત મેળાપ થશે. સાંજે 6.30 કલાકે ખોડલધામ મંદિરના અન્નપૂર્ણાલય ખાતે ભોજન સમારંભ અને સાંજે 9 કલાકે કન્યા વિદાય થશે, નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારની દીકરીઓ આ સમહુ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક અગ્રણીઓ, રાજકારણીઓ, આગેવાનો, સાંસદો, ધારાસભ્યો અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને તમામ ટ્રસ્ટીઓ, જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા ઉપસ્થિત રહેશે. લગ્નના મુખ્ય આયોજકો સ્વ.અરજણભાઈ જેઠાભાઈ વેકરિયા, સ્વ. મોતીબેન અરજણભાઈ વેકરિયા, સ્વ, પોપટભાઈ અરજણભાઈ વેકરિયા, સ્વ.વાલીબેન પોપટભાઈ વેકરિયા, પ્રવીણભાઈ પોપટભાઈ વેકરિયા (પી.પી.), રમાબેન પ્રવીણભાઈ વેકરિયા, રેનીશ પ્રવીણભાઈ વેકરીયા, ધારાબેન રેનીશભાઈ વેકરિયા, જિયાંશ રેનીશભાઈ વેકરીયા, યુવરાજ રેનીશભાઈ વેકરીયા, સ્વ. નારણભાઈ ભુટાભાઈ સાવલિયા, સ્વ. સમજુબેન નારણભાઈ સાવલિયા, બિપીનભાઈ નારણભાઈ સાવલિયા, ભાવનાબેન બીપીનભાઈ સાવલિયા, ધવલભાઈ બીપીનભાઈ સાવલિયા, ધર્મિષ્ઠાબેન ધવલભાઈ સાવલિયા, વિશાલભાઈ બીપીનભાઈ સાવલિયા, સોનલબેન વિશાલભાઈ સાવલિયા, માન્યા ધવલભાઈ સાવલિયા, જિયાન વિશાલભાઈ સાવલિયા, હિરલબેન હેરતકુમાર ઠૂંમર, વાન્ય ધવલભાઈ સાવલિયા, જેવીન વિશાલભાઈ સાવલિયા સહિતના છે...


9512386588
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image